Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સીરિયાના રોકેટાને હવામાં જ તોડી પાડયાઃ ઇઝરાયલની સેનાનો દાવો

ગોલાન પહાડીઓ તરફથી આ રોકેટ હુમલો કરાયો હતો

નવી દિલ્હી : ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે સિરિયા દ્વારા છોડવામાં આવેલા ચાર રોકેટને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે.

ઇઝરાયેલનાં નિયંત્રણ હેઠળનાં ગોલાન પહાડીઓ તરફથી આ રોકેટ હુમલો કરાયો હતો. જો કે ઇઝરાયેલની સેનાએ તેની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તે નિષ્ફળ બનાવ્યો હતો.

ઇઝરાયેલની સેનાંનાં પ્રવકતાએ જણાવ્યું કે રોકટ હુમલામાં ઇઝરાયેલનો કોઇ નાગરીક માર્યો ગયો નથી,આ હુમલાની અત્યાર સુધી કોઇએ જવાબદારી લીધી નથી.ગોલાન હાઇટસ પર નિયંત્રણને લઇને ઇઝરાયેલ અને સિરિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

વર્ષ૧૯૬૭માં થયેલા યુધ્ધમાં ઇઝરાયેલે સિરિયાને હરાવીને ગોલાન હાઇટ્સ પર કબજો કરી લીધો હતો.આ પહાડિયો પર ઇઝરાયેલનાં દાવાને ટ્રમ્પ વહીવટીતંત્રએ પણ માન્યતા આપી છે.

(11:35 am IST)