Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હવે નીતિશ કુમાર ભાજપની મુશ્કેલી વધારશે : ઝારખંડમાં બળવાખોરનો ચૂંટણી પ્રચાર કરશે

અપક્ષ લડનાર ભાજપના સિનિયર નેતા સરયૂ રાય માટે ચૂંટણી પ્રચાર કરશે નીતીશકુમાર

નવી દિલ્હી : શિવસેના બાદ હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપની મુશ્કેલીમાં વધારો કરશે ઝારખંડમાં મુખ્ય પ્રધાન સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ભાજપના સિનિયર નેતા સરયૂ રાય માટે નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરશે

 અત્રે ઉલ્લેખનીય છે કે સરયૂ રાય ઝારખંડની રાજ્ય સરકારમાં સિનિયર પ્રધાન હતા. તેમને ચૂંટણીમાં ઇચ્છિત ટિકિટ નહીં મળતાં એ રીસાયા હતા અને મુખ્ય પ્રધાન રઘુવર દાસને પોતાના પ્રધાનપદનું રાજીનામું આપીને ખુદમુખ્ય પ્રધાન સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

નીતિશ કુમાર અને સરયૂ દાસ જિગરી દોસ્તો છે અને ઝારખંડ અલગ રાજ્ય થયું નહોતું ત્યારે લાલુ યાદવના ચારા ગોટાળાની વિગતો સૌથી પહેલાં સરયૂ દાસે જાહેર કરી હતી.

 બિહારમાં બહુ ગાજેલા અલકતરા કૌભાંડને ખુલ્લું પાડવામાં પણ સરયૂ દાસ મોખરે હતા. આમ નીતિશ માટે સરયૂ દાસ જૂના મિત્ર છે એટલે એ સરયૂ દાસ માટે પ્રચાર કરે તો હાલના મુખ્ય પ્રધાન રઘુવર દાસને ભારે પડી જાય એમ છે.

આ ઘટના ભાજપના મોવડી મંડળનું ટેન્શન વધારી દે એવી છે એમ રાજકીય નિરીક્ષકો માને છે

(11:23 am IST)