Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હવે કસ્ટમ કલીયન્સ ૧ર કલાકને બદલે ૧ર મિનીટમાં

ડીસેમ્બરથી સુવિધા શરૃઃ પૈસા અને સમય બંનેની બચત થશેઃ પ્રારંભે લાભ માન્યતા પ્રાપ્ત ઓપરેટરોને અપાશે

નવી દિલ્હી તા. ર૦ :.. ભારતીય કસ્ટમ્સ  વિભાગ બહારથી આવતા માલને ફકત ૧ર મિનીટની અંદર મંજૂરી આપવાની તૈયારી કરી રહયું છે. હાલ તેમાં ૧ર કલાક જેટલો સમય લાગે છે. આ કામ માનવ હસ્તક્ષેપ રહિત સુત્રમ સ્વચાલિત સુવિધા હેઠળ સંભવીત બનશે. સરકાર આ વ્યવસ્થા  આવતા મહિનાથી લાગુ કરવા માંગે છે જેમાં બ્લેકચેન, મશિન લર્નિંગ અને કૃત્રિમ બુધ્ધીમતાનો ઉપયોગ કરાશે. મશિન થકી માલના નિકાલની સુવિધા શરૂઆતમાં ૩૮૦૦ આયાતકારો માટે રજુ કરાશે. આ આયાતકારોને કસ્ટમ વિભાગ પુરા અધિકૃત આર્થિક ઓપરેટર (AEO) હેઠળ માન્યતા આપવામાં આવી છે કે જે જોખમ શરતોને પુરા કરે. કુલ આયાતમાં તેમની હિસ્સેદારી લગભગ ૪૦ ટકા છે.

એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે અમે ભવિષ્યને ધ્યાનમાં રાખી સુધારા લાગુ કરવા માંગીએ છીએ કે જેનાથી મશીન થકી એ માલ ને મંજૂરી કે કલીયરન્સ અપાશે જે ને જોખમ મુકત ગણવામાં આવેલ હોય.  આ સુવિધા શરૂઆતમાં સરકારી માન્યતા પ્રાપ્ત ઓપરેટરોને જ અપાશે. આ આયાતકોનું અનુપાલનનું રેકોર્ડ પણ સારૂ થયુ છે. આ વ્યવસ્થામાં  માલને અધિકારીઓ દ્વારા તપાસની રાહ જોવી નહિ પડે. આ પગલાથી સમય અને પૈસા બંને બચશે. વિશ્વ બેંકના વ્યાપાર સુગમતા આંકમાં ભારતને સ્થિતિ સુધારવાની તક મળશે. આ વર્ષે ભારત ૧૪ માં સ્થાનેથી સુધારીને ૬૩ માં ક્રમે રહયું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઇના ન્હાવા-શેના  બંદરે આયાત માટે ૮ર કલાક લાગે છે પણ કસ્ટમ તપાસ અને મંજૂરી માટે માત્ર ૧ર કલાક લાગે છે પણ મશીનથી મંજૂરી  પત્ર મળતા લાગશે.

લગભગ ૬૦ ટકા દરીયાથી કાર્ગો ને કસ્ટમની મંજૂરી મળવામાં ૭ર કલાકથી વધુ સમય લાગે છે. સરકાર નિકાસ માટે પણ મશીનથી મજુરી આપવાની વ્યવસ્થાનું મુલ્યાંકન કરી રહી છે. આ માટે ફેકટરી સ્તરે પણ ઇલેકટ્રોનિક સીલની સુવિધા શરૂ કરશે. ફેકટરીથી નીકળતા દરેક કન્ટેનર પર ઇ-સીલ લાગશે.

(10:59 am IST)