Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના ૭ મહિનામાં માત્ર ૩૭% જ ખેડૂતોને લાભ

ર૦૧૯-ર૦માં ખેડૂતો માટે યોજના હેઠળ રૂ. ૭પ૦૦૦ કરોડનું ફંડ જારી થયું પણ ઓકટોબરના અંત સુધીમાં વપરાયા માત્ર ર૭૯૩૭.ર૬ કરોડ

નવી દિલ્હી તા. ર૦ :.. પ્રધાન મંત્રી કિસાન સન્માન નીધિ યોજના હેઠળ ખેડૂતોને મળતા ફંડના આંકડા જારી થયા છે. જે અનુસાર જારી થયેલા કુલ ફંડમાંથી વર્તમાન નાણાકીય વર્ષના શરૂઆતી ૭ મહિનાઓમાં માત્ર ૩૭ ટકા ખેડૂતોને જ તેનો લાભ મળ્યો.

ગઇકાલે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં ખેડૂતો માટે યોજના હેઠળ ૭પ૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ જારી કરાયું છે અને ઓકટોબરના અંત સુધીમાં ર૭,૯૩૭.ર૬ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ પુરૂ થવામાં હવે માત્ર ૪ મહિના જ બાકી રહ્યા છે. એવામાં એ બાબતની આધાર સંભાળનાર છે કે પીએમ કિસાન યોજના હેઠળ જે રકમ જારી થઇ ગઇ છે તેમાં ઘણુ મોટુ ધન બચી જાય.

તેમણે કહયું હતું કે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ ના જારી ૭પ૦૦૦ કરોડ રૂપિયાના ફંડમાંથી લગભગ ર૯૯૩૭.ર૬ કરોડની રકમ ખર્ચાઇ ગઇ છે. જેમાં રાજયોને ને અપાયેલ વહીવટી ખર્ચ પણ સામેલ છે. યોજના પાછળ ધીમી ગતિએ કેમ ચાલે છે તેનું કોઇ સ્પષ્ટ કારણ આપ્યું નહોતું. આ યોજના હેઠળ લાભ બેંક ખાતામાં જમા થાય છે. અત્યાર સુધી તેનો યોગ્ય - સાચો ડેટા પોર્ટલ પર રાજયો  દ્વારા અપલોટ થયો હોય. તેને જ લાભ અપાયો છે.

નાણાકીય વર્ષ પુરૂ થયે ફંડની વાસ્તવિક સ્થિતિની જાણ થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ર૦૧૮-૧૯ માં સરકારે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના સંશોધિત અનુમાનો માટે પીએમ કિસાન યોજના માટે ર૦,૦૦૦ કરોડ ફાળવ્યા હતાં. જો કે રપ જુને તોમરે કહયું હતું કે લાભાર્થીઓને છેલ્લા નાણાકીય વર્ષમાં પહેલા હપ્તાપેટે રૂ. ૬૬૬ર કરોડ ચુકવાયા હતાં.

અત્રે એ નોંધનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને દર વર્ષે ૬૦૦૦ જમા કરાયા હતા જે ર૦૦૦ ના હીતમાં અપાય છે. ઓન લાઇન ખાતામાં જમા રકમ થઇ જાય છે.

પીએમ મોદીએ ૧લી ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટમાં આ યોજના જારી કરી હતી.

(10:58 am IST)