Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મંદીથી બેકારીનો રાક્ષસ ધુણ્યો લાખો લોકોની નોકરી ગઇ

આઇટી, ઓટો, ટેલીકોમ, મેન્યુફેકચરીંગ સેકટરે ખર્ચ ઘટાડવા કર્મચારીઓ ઉપર કાતર ફેરવીઃ મેન્યુ. ક્ષેત્રે ૩પ લાખ નોકરીઓ ગઇઃ આઇટી સેકટરમાં ૪૦ લાખ નોકરીઓ ઉપર સંકટઃ ઓટો સેકટરમાં ર લાખની છટણીઃ ટેલીકોમની પણ આવી જ હાલત

નવી દિલ્હી તા. ર૦: ભારતીય અર્થવ્યવસ્થામાં શુંસ્તીને કારણે નોકરીઓની સંભાવના પણ ધુંધળી થઇ રહી છે લાખો લોકોની નોકરીઓ ઉપર જોખમ છ.ે  કોસ્ટ બચાવવા માટે કંપનીઓ સીનીયર અને મધ્યમસ્તરના કર્મચારીઓને કાઢી રહી છે તથા વધુને વધુ ફ્રેેશર્સને નોકરી આપી રહી છ.ે ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીને કારણે ર૦૧૪ થી અત્યાર સુધી મેન્યુફેકચરીંગ સેકટરમાં જ ૬પ લાખ લોકોની નોકરી ગઇ છે. આંકડાઓના વિષ્લેષણથી ખબર પડે છે કે પાછલા વર્ષોમાં બેરોજગારી રેકોર્ડ સ્તર પર રહી છે અને જીડીપીમાં વૃદ્ધિથી પણ નોકરીઓના મોરચે કોઇ રાહત નથી મળી.

અર્થતંત્રમાં સુસ્તીથી લાખો નોકરીઓ ઉપર સંકટ છે આઇટી ઓટો કંપનીઓ બેંક ઁદ્વારા ખર્ચ ઘટાડવાના પ્રયાસોમાં છે કર્મચારી વર્ગમાં ડરનો માહોલ છે કે સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ થશે મોટી મોટી આઇટી કંપનીઓએ કાંતો છટણીની જાહેરાત કરી છે અથવા તો તૈયારીમાં છે આની સૌથી મોટી અસર મધ્યમ કે વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ ઉપર પડી છ.ે

આઇટી  સંકટના મધ્યમથી સીનીયર સ્તરના ૪૦ લાખ કર્મચારીઓની નોકરીઓ ઉપર સંકટ છે. કંપનીઓ ફ્રેશર્સને રાખે છે કારણ કે તેમને ઓછું વેતન દેવુ પડે છે. આઇટી  કંપની કોગ્નીજેન્ટે ૭૦૦૦ કર્મચારીઓને ૅઘરભેગા કર્યા છે કેપજેમિની કંપનીએ પ૦૦ કર્મચારીઓને રવાના કરી દીધા છે. ઓટો સેકટરની હાલત તો ૧ વર્ષથી ખરાબ છે જેને કારણે મેથી જૂલાઇ ર૦૧૯ માં ઓટો સેકટરની ર લાખ નોકરીઓ ગઇ એટલું જ નહિ હજુ ૧૦ લાખ નોકરીઓ ઉપર સંકટ છે. મારૂતીએ ૩૦૦૦ અસ્થાયી  કર્મચારીઓને કાઢી મુકયા છે. નિસાને પણ ૧૭૦૦ કર્મચારીઓ ઘટાડયા છે મહિન્દ્રાએ ૧પ૦૦, કિર્લોસ્કર ૬પ૦૦ કર્મચારીઓને વીઆરએસ દીધુ છે.

ઓલઇ ઇન્ડીયા મેન્યુ. ઓર્ગે. ના કહેવા મુજબ વર્ષ ર૦૧૪ થી અત્યાર સુધીમાં મેન્યુ. ક્ષેત્રે જ ૩પ લાખ નોકરીઓ ગઇ છે ટેલીકોમ ક્ષેત્રની હાલત પણ ખરાબ છે બીએસએનએલ.ના ૭પ૦૦૦ કર્મચારીઓ એ વીઆરએસ લીધુ છે.

સરકારી બેંકોના વિલયથી ૧૧૦૦૦ કર્મચારીઓ ઉપર કાપ મુકયો છે. સ્ટેટ બેંકે ૬૭૮૯ ને ઘરે બેસાડયા છે પંજાબ બેંકે ૪૦૮૦ ને ઘરે બેસાડયા છે.

(10:57 am IST)