Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

નિમિષભાઇ ગણાત્રા એવા પ્રોડ્યુસર કે જે ગીત સિલેકશન, સ્ક્રિપ્ટ, રેકોર્ડિંગથી માંડી દરેક બાબતમાં ઉંડો રસ દાખવે છે

 કાર્યક્રમના અંતે સુરતના ડો. રઇશ મણિયારે મૌજે ગુજરાત કાર્યક્રમ આપવા બદલ અકિલા ઇન્ડિયા ઇવેન્ટના કર્તાહર્તા શ્રી નિમિષભાઇ ગણાત્રાને લઇને ખાસ વાત કહી હતી કે-મેં આવા પ્રોડ્યુસર મારી લાઇફમાં કદી જોયા નથી. શ્રી નિમિષભાઇ ગણાત્રાએ ગીતના સિલેકશનથી લઇ અમદાવાદમાં રિહર્સલમાં તેમજ સ્ક્રિપ્ટની ચર્ચા કરવાની મિટીંગમાં તેઓ પોતાની વ્યસ્તતામાંથી સતત સમય કાઢીને હાજર રહ્યા હતાં. 'અકિલા'એ આ શો ખુબ ભાવ અને લાગણીથી કર્યો છે. વિરલ રાચ્છે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી અજીતભાઇ ગણાત્રા સહિત અકિલા પરિવારનો ગુજરાતીઓને આવો મસ્તમજાનો કાર્યક્રમ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

 

(12:00 am IST)
  • આધાર સેવા કેન્દ્રો હવે સપ્તાહના સાતે દિવસ ખુલ્લા રહેશે : અત્યાર સુધી મંગળવારે બંધ રહેતા હતા : લોકોના વધી રહેલા ધસારાને ધ્યાને લઇ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) નો નિર્ણય : દરરોજ 1 હજાર આધાર કાર્ડ અપડેટ કરાશે access_time 7:55 pm IST

  • ૩૦ નવેમ્બરની કોંગ્રેસની રેલી મુલત્વી રહેશેઃ ૧૪ ડીસે. યોજાશે ૩૦ નવેમ્બરે યોજાયેલ કોંગ્રેસ પક્ષની ''ભારત બચાવો'' રેલી મુલત્વી રહેવા અને તેના બદલે ૧૪ ડીસેમ્બરે યોજાવા સંભાવના હોવાનું જાણવા મળે છે. access_time 11:47 am IST

  • શ્રીલંકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેએ પોતાના મોટાભાઈ મહિન્દા રાજપક્ષેને પ્રાઈમ મિનિસ્ટર બનાવ્યા access_time 8:04 pm IST