Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દિપ પ્રાગટ્ય વિધી, અદ્દભૂત શિર્ષક ગીત, હકડેઠઠ હેમુ ગઢવી હોલ, મહાનુભાવોને મીઠો આવકાર

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ-ગુજરાત્રી અંતર્ગત 'મૌજે ગુજરાત'નો પ્રારંભ પારંપરિક પ્રથા અનુસાર દિપ પ્રગટાવીને કરવામાં આવ્યો તેની પ્રથમ તસ્વીરમાં 'અકિલા'ના એડિટર શ્રી અજીતભાઇ ગણાત્રા, 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ગુજરાત્રી પ્લેટફોર્મના રચયિતા શ્રી નિમીષભાઇ ગણાત્રા તથા પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલના શ્રી મનોજ ભીમાણી, સ્ટેન્ડીંગ ચેરમને શ્રી ઉદય કાનગડ, ડે. મેયર અશ્વિન મોલીયા, કોંગી આગેવાન અશોક ડાંગર જોઇ શકયા છે. બીજી તસ્વીરમાં  વિશાળ એલઇડી સ્ક્રીન પર 'મૌજે ગુજરાત'નું શિર્ષક ગીત રજુ થયું તે તથા નીચેની તસ્વીરોમાં હેમુ ગઢવી હોલને ભરચક્ક બનાવી દેનારા ગુજરાત્રીયન્સ ખુશખુશાલ મુદ્રામાં જોઇ શકાય છે. નીચેની તસ્વીરોમાં શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નિતીન ભારદ્વાજ, ઉદય કાનગડ અશોક ડાંગર તથા ઉદય કાનગડને આવકારતાં શ્રી નિમીષભાઇ ગણાત્રા જોઇ શકાય છે.  (અહેવાલઃ ભાવેશ કુકડીયા, તસવીરઃ સંદિપ બગથરીયા)

(12:00 am IST)