Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સરકારી બેંકના કર્મચારીઓને હવે મળશે વેરિએબલ પે

ઈન્ડિયન બેંકસ એસોસિએશન (IBA)ની સેલેરી પર નેગોસિએશન કરતી કમિટીએ ગત સપ્તાહે PLIની પ્રપોઝલ આપી હતી, જેને સૈદ્ઘાંતિ રીતે સ્વીકાર કરી લેવાઈ છે

કોલકાતા, તા.૨૦: સરકારી બેંકોના લગભગ ૮ લાખ કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષથી સેલેરી ઉપરાંત પરફોર્મન્સ-લિંકડ ઈન્સેન્ટિવ (PLI) મળી શકે છે. આ પહેલા બેંકોના મેનેજમેન્ટએ વેરિએબલ-પે કે પરફોર્મન્સ લિકડ પેની પ્રપોઝલ આપી હતી. વેરિએબલ પે પ્રાઈવેટ સેકટરની બેંકોના કર્મચારીઓને પહેલેથી જ મળે છે.

સૂત્રોએ જણાવ્યું કે, ઈન્ડિયન બેંકસ એસોસિએશન (IBA)ની સેલેરી પર નેગોસિએશન કરતી કમિટીએ ગત સપ્તાહે PLIની પ્રપોઝલ આપી હતી, જેને સૈદ્ઘાંતિ રીતે સ્વીકાર કરી લેવાઈ છે. આ કમિટીના પ્રમુખ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેકટર રાજકિરણ રાય છે. બેંકોના વાર્ષિક પરિણામોની જાહેરાત બાદ PLIના કેલકયુલેટ કરવામાં આવે તેવી શકયતા છે. સરકારી બેંકોના કર્મચારીઓની સેલેરીમાં વધારા પર દ્વિપક્ષીય સમજૂતી દર પાંચ વર્ષે થાય છે. સેલેરીમાં વધારાની ૧૧મી સમજૂતી પર હાલ વાતચીત ચાલી રહી છે. આ સમજૂતી ૧ નવેમ્બર, ૨૦૧૭થી લાગુ થવાની છે.

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC)ના જનરલ સેક્રેટરી સોમ્ય દત્ત્।ાએ કહ્યું કે, 'પરફોર્મન્સ લિંકડ પેના મુદ્દા પર વલણમાં ફેરફાર થયો છે. IBAએ સ્પષ્ટ કર્યું કે, PLIને સેલેરીમાં સામેલ નહીં કરાય. આ દ્વિપક્ષીય સમજૂતીમાં સેલેરીમાં વધારો અલગથી હશે.' IBAએ સેલેરીમાં ૧૨ ટકાનો વધારાની રજૂઆત કરી છે, જયારે કે બેંક યુનિયન્સ ઓછામાં ઓછા ૧૫ ટકાના વધારા પર ભાર આપી રહ્યા છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત દ્યણી સરકારી બેંકોએ પહેલા જ ખાસ માપદંડોના આધાર પર કર્મચારીઓને રિવોર્ડ અને ઈન્સેટિવની રજૂઆત કરી છે, પરંતુ નવું સ્ટ્રકચર અલગ હશે, કેમકે તે બેંકોના પ્રદર્શન પર નિર્ભર કરશે, કર્મચારીઓના પ્રદર્શન પર નહીં. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના પ્રેસિડન્ટ રાજન નાગરે જણાવ્યું કે, 'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સએ સૈદ્ઘાંતિક રીતે PLI માટે સંમતિ આપી દીધી છે, કેમકે તેનાથી બધી સરકારી બેંકોમાં સ્ટ્રકચર એક સરખું થઈ જશે. તેની પદ્ઘતિઓ હજુ નક્કી કરવાની બાકી છે.'

(10:03 am IST)