Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગ્રેટર નોયડાની હોમગાર્ડ ઓફીસમાં લાગી આગઃ હાલમાં થયો હતો વેતનમા ગોટાળાનો ખુલાસો

        ગૌતમબુદ્ધ નગર (ઉતરપ્રદેશ) માં હોમગાર્ડસના વેતનમાં ગોટાળાનો ખુલાસો થયા પછી થોડા દિવસ પછી સોમવારના સુરજપુર (ગ્રેટર નોયડા) વિસ્‍તારમાં આવેલ ડિસ્‍ટ્રીકટ કમાન્‍ડેન્‍ટ હોમગાર્ડ ઓફીસમાં આગ લાગી ગઇ.

        એસએસપી વૈભવ કૃષ્‍ણાએ જણાવેલ કે આમાં હોમગાર્ડસના વેતન સંબંધી દસ્‍તાવેજ પણ બળી ગયા છે. જયારે મામલાની તપાસ માટે એસઆઇટીનું ગઠન થયું છે.

(12:00 am IST)