Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

તામિલનાડુની રાજનીતિમાં સમીકરણોમાં મોટા ફેરફારના એંધાણ કમલહાસન અને રજનીકાંત વચ્ચે રાજકીય ગઠબંધનની અટકળ

જો જરુર પડી તો અમે તમિલનાડુના વિકાસ માટે એકસાથે આવી શકીએ છીએ: કમલહાસને આપ્યા સંકેત

ચેન્નાઇ : તામિલનાડુની રાજનીતિમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યાં છે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર કમલ હસન અને રજનીકાંત વચ્ચે રાજકીય ગઠબંધન થવાની અટકળો ચાલી છે. કમલ હસનની પાર્ટી ચૂંટણી પણ લડી ચૂકી છે. જોકે રજનીકાંતે હજુ ઔપચારિક રીતે જાહેરાત કરી નથી. તમિલનાડુની રાજનીતિમાં હાલ પણ કોઈ મોટા નેતા નથી. યલલિતા અને કરુણાનિધિના ગયા પછી લોકોને કમલ હસન અને રજનીકાંત પાસે ઘણી આશા છે.
કમલ હસન પોતાની પાર્ટી મક્કલ નિધિ માયમના નામથી બનાવી ચૂકેલ છે. જોકે કમલ હસન અને રજનીકાંતને અલગ-અલગ વિચારધારાના માનવામાં આવે છે. હવે તે સાથે આવે તેવી સંભાવના છે. કમલ હાસનને જ્યારે આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે અમારી મિત્રતા 44 વર્ષથી છે. જો જરુર પડી તો અમે તમિલનાડુના વિકાસ માટે એકસાથે આવી શકીએ છીએ. કમલ હસનના આ નિવેદને બંને વચ્ચે ગઠબંધનની સંભાવનાને પણ જન્મ આપ્યો છે. આ પહેલા કમલ હસન રજનીકાંત સાથે દોસ્તી સાથે ઇન્કાર કરી ચૂક્યો છે.
  કમલ હસને જ્યારે રાજનીતિમાં ઔપચારિક રીતે પગ મુક્યો હતો ત્યારે પણ સવાલ ઉભા થયા હતા કે તે ક્યારેક રજનીકાંત સાથે સમજુતી કરી શકશે. તેના પર કમલ હસને કહ્યું હતું કે રજનીકાંતની રાજનીતિમાં ભગવો રંગ જોવા મળે છે. જો રજનીકાંતની રાજનીતિમાં રંગ ભગવો થયો તો તેમની સાથે ગઠબંધન મંજૂર નથી.

(12:00 am IST)