Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

''ટેમ્પલટન રામાનુજ ફેલોશીપ'': તેજસ્વી વિદ્યાર્થીઓને અપાતી ફેલોશીપ માટે પસંદ કરાયેલા ૩૦ સ્ટુડન્ટસમાં ઇન્ડિયન અમેરિકન યુવતિ સાન્દ્રા નાયર પ્રથમ ક્રમે

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ યુવતિ સાન્દ્રા નાયરને ૨૦૧૯ની સાલની ટેમ્પલટન રામાનુજ ફેલોશીપ માટે પસંદ કરવામાં આવી છે.

ટેમ્પલટન વર્લ્ડ ચેરીટી ફાઉન્ડેશનએ ૭ નવેં.ા રોજ ફેલોશીપ માટે જાહેર કરેલા ૩૦ નામોમાં તેનો પ્રથમ ક્રમે સમાવેશ કર્યો છે.  યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્તાક્રુઝ ખાતે અભ્યાસ કરતી આ યુવતિને આગામી ૩ વર્ષ સુધી લ્વ્ચ્પ્ અભ્યાસ માટે પાંચ હજાર ડોલરની ગ્રાન્ટ મળશે. જે તેને આગળ ઉપરના અભ્યાસ માટે મદદરૂપ થશે. તે શમીત કચરૂ સાથે સંશોધન આગળ ધપાવશે.

(9:57 pm IST)