Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભારતમાં ૧૫-૮-૧૯૭૨ના પીન કોડ સિસ્ટમનો પ્રારંભ થયો ‘તોઃ કેન્દ્રીય સંચાર મંત્રાલયના સચિવ શ્રીરામ ‌ભિકાજી વેલાંકરની દેન

એક જમાનો હતો જ્યારે લોકો વચ્ચે સંચારનું મુખ્ય સાધન પત્ર હતા અને પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા નિશ્ચિત સરનામે પહોંચતા હતા. હજુ પણ પત્રનો ઉપયોગ થાય છે પણ ઓફિસય કાર્યો માટે તેનો વધુ ઉપયોગ થાય છે. વ્યક્તિના હાલના જીવનમાં પત્ર, પોસ્ટ-કાર્ડ જેવી વસ્તુઓ ઇતિહાસ બની ગઈ છે. પરંતુ તેનું મહત્વ ઘટ્યું નથી. જો તમે વિચારી રહ્યા હોય કે તે આખરે કઈ વસ્તુ છે તો આપને જણાવી દઈએ કે તે તમારા વિસ્તારનો PIN Code છે. જ્યારે પત્ર મોકલવાનો હોય ત્યારે સરનામું સૌથી મહત્વનું હોય છે. હજુ પણ તમારું બેંકિંગનું કામ હોય કે ઓનલાઈન શોપિંગનું તમને પિન કોડ તો પૂછવામાં આવે જ છે. આવો જાણીએ ભારતમાં પિન કોડની શરુઆત ક્યારે અને કઈ રીતે થઈ.

આ પિન કોડ કેન્દ્રીય સંચાર મંત્રાલયના પૂર્ણ વધારાના સચિવ શ્રીરામ ભિકાજી વેલાંકરની દેન છે. પિન કોડ સિસ્ટમની ભારતમાં 15 ઓગસ્ટ, 1972એ શરુ થઈ હતી.

પિનની શરુઆત એટલા માટે કરવામાં આવી જેથી ટપાલને સરળતાથી છૂટી પાડી શકાય.

ઘણી વખત વિસ્તારના નામ એક જેવા હોવાથી કનફ્યુઝન થઈ જતું હતું. માની લો કે કોઈ રાજ્યમાં બે જ્યા છે જેના નામ એક જેવા છે. એવામાં સરનામું શોધવું મુશ્કેલ થઈ જતું હતું.

કેટલાક લોકોના લખાણમાં ભૂલ હોવાના કારણે સરનામું સ્પષ્ટ જાણી શકાતું નથી.

અલગ-અલગ ભાષાના ઉપયોગથી પણ તકલીફ થતી હતી.

આ બધું જોતા પત્ર નિશ્ચિત જગ્યા પર પહોંચે તે માટે વિસ્તાર માટે નંબર તૈયાર કરવામાં આવ્યા.

PINનું આખું નામ Postal Index Number છે. દેશને 9 પિન ઝોનમાં વહેંચવામાં આવ્યો છે જેમાંથી એક ઝોન સેના માટે રખાયો છે.

દિલ્હી-11

હરિયાણા- 12 અને 13

પંજાબ- 14થી 16 સુધી

હિમાચલ પ્રદેશ- 17

જમ્મુ-કાશ્મીર- 18 અને 19

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ- 20થી 28 સુધી

રાજસ્થાન-30થી 34 સુધી

ગુજરાત- 36થી 39 સુધી

મહારાષ્ટ્ર- 40થી 44 સુધી

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ- 45થી 49 સુધી

આંધ્રપ્રદેશ અને તેલંગાણા- 50થી 53 સુધી

કર્ણાટકા- 56થી 59 સુધી

તામિલનાડુ- 60થી 64 સુધી

કેરળ- 67થી 69 સુધી

પશ્ચિમ બંગાળ- 70થી 74 સુધી

ઓડિશા- 75થી 77 સુધી

આસામ- 78

પૂર્વોત્તર- 79

બિહાર અને ઝારખંડ- 80થી 85 સુધી

સેના ટપાલ સેવા (APS) 90થી 99 સુધી

(5:00 pm IST)