Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પૈસા અને રાજકીય ઇરાદાથી સોહરાબુદ્દીનનું નકલી એન્કાઉન્ટર કરાયું હતું

મુખ્ય તપાસ અધિકારી અમિતાભ ઠાકુરે સ્પેશિયલ કોર્ટને જણાવ્યું કે, પૈસા કમાવવા માટે અને રાજકીય ઉદ્દેશ્યથી સોહરાબુદ્દીન શેખનું ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું : તપાસ દરમિયાન એવા કોઇ પુરાવા મળ્યા નથી કે, જેનાથી સાબિત થાય કે, આ રાજકીય લાભ કોને મળ્યો હતો

મુંબઇ તા. ૨૦ : સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસનાં મુખ્ય તપાસ અધિકારી અમિતાભ ઠાકુરે સ્પેશિયલ કોર્ટને જણાવ્યું કે, પૈસા કમાવવા માટે અને રાજકીય ઉદ્દેશ્યથી સોહરાબુદ્દીન શેખનું ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ તપાસકર્તા અધિકારીએ એમ પણ જણાવ્યું કે, તપાસ દરમિયાન એવા કોઇ પુરાવા મળ્યા નથી કે, જેનાથી સાબિત થાય કે, આ રાજકીય લાભ કોને મળ્યો હતો.

સોહરાબુદ્દીન શેખ ગેંગસ્ટર હતો અને તે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો તેવી આશંકા હતી. તેનું ૨૦૦૫માં નવેમ્બર ૨૬નાં રોજ એન્કાઉન્ટરમાં મોત નિપજયું હતું. આ સમયે તે ગુજરાત પોલીસની કસ્ટડીમાં હતો. તેની પત્ની કૌસરબીની પણ આવી રીતે થોડા દિવસો પછી હત્યા થઇ હતી. આ ઉપરાતં, સોહરાબુદ્દીનનાં સાથી તુલસી પ્રજાપતિની પણ ફેક એન્કાઉન્ટર કેસમાં ડિસેમ્બર ૨૦૦૬માં હત્યા કરવામાં આવી હતી. તપાસકર્તા મુખ્ય અધિકારીએ ન્યાયાધીશ એસ.જે. શર્માને જણાવ્યું કે, ચાર્જશીટમાં જે આરોપ કરવામાં આવ્યા છે તે સાચા છે અને સોહરાબુદ્દીન શેખનાં ફેક એન્કાઉન્ટર પાછળ પૈસા અને રાજકીય એમ બે હેતુઓ હતા. પણ મને એવા પુરાવા મળ્યા નથી કે, આ એન્કાઉન્ટર પાછળ કયા રાજકીય માણસોને લાભ મળ્યો હતો. આ સિવાય, આ એન્કાઉન્ટર પછી કોને રાજકીય અને નાણાકિય લાભ મળ્યો હતો તેના પુરાવા મળ્યા નથી.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ડી.જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ .એમ.એન, અને અમિત શાહને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

(3:48 pm IST)