Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભીષણ અથડામણમાં વધુ ૪ આતંકવાદી મોતને ઘાટ

પુંચમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો ગોળીબાર : સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા : આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક કમાન્ડો શહીદ : હથિયારો જપ્ત

જમ્મુ,તા. ૨૦ : જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજક પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરને જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ શોપિયન જિલ્લામાં આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં ચાર કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઠાર કરવામાં આવેલા ચાર ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહમાં એક જવાન પણ શહીદ થયો હતો. અન્ય બે જવાન ઘાયલ થયા હતા. પુચમાં સરહદ પારથી બ્રિગેડ હેડક્વાટર્સને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.

શોપિયન જિલ્લાના નંદગામ વિસ્તારોમાં સુરક્ષા દળોને બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાન માહિતી મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હત. જેમાં ચાર ત્રાસવાદીઓ ઠાર થયા હતા. કાર્યવાહીમાં સેનાના એક જવાનનુ મોત થયુ હતુ. અન્ય બે જવાનો ઘાયલ થયા હતા. દરમિયાન અંકુશ રેખા પર પાકિસ્તાનના નાપાક ઇરાદા જારી રહ્યા છે. પાકિસ્તાને વારંવાર ગોળીબાર કરીને સ્થિતીને ગંભીર અને વિસ્ફોટક બનાવવા માટેના પ્રયાસ કર્યા છે. આજે સવારે પણ આવા જ હેતુ સાથે ભારતીય ચોકીને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ભારત તરફથી પણ જોરદાર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.

સોપિયન જિલ્લામાં ત્રાસવાદીઓએ ગઇકાલે એક કિશોરની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. સોપિયન જિલ્લા અને આસપાસના વિસ્તારોના સ્થાનિક ત્રાસવાદીઓ સક્રિય થયા હોવાના અહેવાલ હાલમાં મળી રહ્યા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે હજુ સુધી લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ખૂંખાર ત્રાસવાદીઓ સહિત સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્રાસવાદી સંગઠનોની કમર તોડી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના શોપિયન અને અન્ય વિસ્તારોમાં હજુ પણ મોટી સંખ્યામાં ત્રાસવાદી છુપાયા છે.

(2:50 pm IST)