Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

૪૦ ટકા સરકારી કચેરીઓએ હજુ જીએસટી નંબર જ લીધો નથી

૨.૫૦ લાખથી વધુની રકમમાં ૨ ટકા ટીડીએસ કાપવાનો નિયમ

મુંબઈ, તા. ૨૦ :. કોન્‍ટ્રાકટર પાસેથી ૨ ટકા ટીડીએસ કાપી લીધા બાદ જીએસટીમાં જમા કરાવવામાં આવ્‍યો નહીં હોવાના કારણે કોન્‍ટ્રાકટરોએ રિફંડ મેળવવામાં પરેશાની ઉભી થવાની છે.

૨.૫૦ લાખથી વધુનું કામ કરનાર કોન્‍ટ્રાકટર પાસે ૨ ટકા ટીડીએસ કાપીને જીએસટી વિભાગમાં જમા કરાવવાની જવાબદારી સરકારી અધિકારીને સોંપવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. તેના કારણે સરકારી કચેરીઓએ તેમજ કોન્‍ટ્રાકટરોએ પણ ફરજિયાત જીએસટી નંબર લેવાનો હોય છે, પરંતુ ૪૦ ટકા સરકારી કચેરીઓએ હજુ પણ જીએસટી નંબર લીધો નહીં હોવાની હકીકતો જાણવા મળી છે. તેમાં પણ સરકારી કચેરીઓએ જે પણ કોન્‍ટ્રાકટરનું બિલ ૨.૫૦ લાખ કરતા વધુ હોય તેની પાસેથી ૨ ટકા લેખે ટીડીએસ કાપી લીધો છે. જ્‍યારે આ રકમ હજુ જીએસટી વિભાગમાં જમા કરાવી નહીં હોવાથી કોન્‍ટ્રાકટરોની મુશ્‍કેલી વધી છે કારણ કે આવતીકાલે ૩બી રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ છે. જેથી કોન્‍ટ્રાકટર ૩બી રિટર્ન ભરે ત્‍યારે સરકારી કચેરીમાં કરેલા કામ પેટે કાપી લીધેલો ટીડીએસની રકમ રિફંડ પેટે જમા મળવી જોઈએ, પરંતુ સરકારી કચેરીઓએ હજુ તે રકમ જમા નહીં કરાવવાને કારણે આ પરિસ્‍થિતિ પેદા થઈ છે.

૫૦૦ કચેરી સામે ૩૧૦ કચેરીએ જીએસટી નંબર લીધા

દક્ષિણ ગુજરાતમાં અંદાજિત ૫૦૦થી વધુ સરકારી કચેરી આવેલી છે. તેમાંથી અત્‍યાર સુધીમાં ૩૧૦ જ કચેરીઓએ જીએસટી નંબર લીધો હોવાની હકીકતો બહાર આવી છે. જેથી ૪૦ ટકા કચેરીઓએ હજુ પણ જીએસટી નંબર લીધા નહીં હોવાની હકીકતો જીએસટી વિભાગ પાસેથી જાણવા મળી છે કારણ કે શહેર અને જિલ્લામાં અત્‍યાર સુધી ૧૪૦ અને વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાંથી ૧૭૦ કચેરીઓએ જ જીએસટી નંબર લીધા છે

(11:21 am IST)