Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

તેજપ્રતાપ છૂટાછેડા લેવા મક્કમ : સાસુ પૂર્ણિમા રાય રાબડીદેવીને મળ્યા બાદ રડતા રડતા બહાર નીકળ્યા

પટના :લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવ ગમે તે ભોગે પત્ની ઐશ્વર્યા સાથે છુટાછેડા લેવા માટે મક્કમ હોય તેમ લાગી રહ્યુ છે.

  એક તરફ તેમનો પરિવાર લગ્ન બચાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યો છે ત્યારે બીજી તરફ તેજ પ્રતાપ મથુરામાં એક પછી એક મંદિરોમાં દર્શન કરી રહ્યા છે.

     સૂત્રોના કહેવા પ્રમાણે લગ્ન જીવન બચાવવાના પ્રયાસ રુપે તેજ પ્રતાપની સાસુ પૂર્ણિમા રાયે એક કલાક સુધી રાબડી દેવી સાથે મુલાકાત કરી હતી.જોકે તેમનો પ્રયત્ન સફળ થયો લાગતો નથી.કારણકે તેઓ પણ મુલાકાત બાદ રડતા રડતા બંગલાની બહાર નીકળ્યા હતા

 

 

(12:00 am IST)