Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજસ્થાનમાં કોંગી નેતાએ ભારત માતા કી જયનો નારો અટકાવ્યો :સોનિયા અને રાહુલ ઝીંદાબાદનો નારા લગડાવ્યા :વિડિઓ જોરશોરથી વાયરલ

રાજસ્થાનમાં ચાલી રહેલા વિધાનસભાના ચૂંટણી પ્રચારનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર જોર શોરથી વાયરલ થઈ રહ્યો છે.

   આ વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર અને બીકાનેરમાંથી ચૂંટણી લડી રહેલા ડો બી ડી કલ્લા પોતાના સમર્થકને ભારત માતા કી જયનો નારો બોલતા અટકાવતા જોઈ શકાય છે ..એ પછી તેઓ કાનમાં સમર્થકને સૂચના આપે છે, સમર્થક એ પછી ભારત માતા કી જય..ની જગ્યાએ સોનિયા ગાંધી ઝિંદાબાદ અને રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા ભીડ પાસે લગાવડાવે છે.

  આ વીડિયો શેર કરીને દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિન્દરપાલ બગ્ગાએ લખ્યુ છેકે ડો બી ડી કલ્લાએ પોતાના સમર્થકને નારો લગાવતા રોકીને કહ્યુ હતુ કે જો આવા નારા લગાવશો તો મુસ્લિમ મત આપણે ગુમાવીશું.

(1:01 am IST)