Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

યુ.એસ.ના ન્યુયોર્કમાં કેરાલા સેન્ટરના ઉપક્રમે ર૬મો વાર્ષિક એવોર્ડ વિત્તરણ સમારંભ યોજાયોઃ જુદા જુદા ક્ષેત્રેામાં વિશિષ્ટ કામગીરી બજાવનાર પાંચ અગ્રણીઓનું બહુમાન કરાયુ

ન્યુયોર્કઃ  અમેરિકાના ન્યુયોર્કમાં કેરાલા સેન્ટર બેન્કવેટ હેાલ ખાતે  ૩ નવે. ર૦૧૮ ના રોજ યોજાઇ ગયેલા ર૬માં વાર્ષિક એવોર્ડ વિતરણ તથા ડિનર સમારોહમાં પાંચ મલયાલી અગ્રણીઓને  એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી બતાવવા બદલ સન્માનિત કરાયેલા આ અગ્રણીઓમાં કોર્પોરેટ ક્ષેત્રે નેતૃત્વ બદલ શ્રી બોબી બી. અબ્રાહમ, તથા જયશંકર નાયરનું સન્માન કરાયું હતુ. જયારે ડાન્સ એકેડમીના સુશ્રી માલિની નાયર, સાહિત્ય સર્જક શ્રી ચાકો એમ.ચાકો તથા કોમ્યુનીટી વોલન્ટીઅર શ્રી જોય ઇત્તાનને તેઓના ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

(9:40 pm IST)