Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમેરિકાના ન્યુજર્સીમાં છેલ્લા ૨ દાયકાથી આરોગ્ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત IHCNJના ઉપક્રમે ૨૦મા વર્ષની શાનદાર ઉજવણી કરાશેઃ બાલાજી ટેમ્પલ બ્રિજવોટર ન્યુજર્સી મુકામે ૧ ડીસેં.૨૦૧૮ના રોજ થનારી ઉજવણી અંતર્ગત મુંબઇના સુવિખ્યાત પોનોરામા ઓર્કેસ્ટ્રાના કલાકારોનો મ્યુઝીક પ્રોગ્રામ યોજાશે

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં વસતા એશિઅન અમેરિકન નાગરિકો કે જેઓ તબીબી સારવારમ માટે ઇન્સ્યુરન્સ ધરાવતા ન હોય અથવા ઓછો ધરાવતા હોય તેઓને વિનામૂલ્યે દર્દોનું નિદાન કરી આપવા તથા આરોગ્ય ક્ષેત્રે રાખવાની થતી કાળજીઓ વિશે માહિતગાર કરવા ૧૯૯૮ની સાલમાં શરૂ કરાયેલા ''ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી'' (IHCNJ)ના ૨૦મા વર્ષની ગાલા ઉજવણી કરાશે. જે માટે ૧ ડિસેં. ૨૦૧૮નો દિવસ નક્કી કરાયો છે.

બાલાજી ટેમ્પલ ઓડીટોરીઅમ, બ્રિજવોટર,ન્યુજર્સી મુકામે થનારી ઉજવણી અંતર્ગત મુંબઇના પોનોરામા એન્ટર ટેઇનમેન્ટ ઓર્કેસ્ટ્રાના ઓમકાર દેશપાંડે તથા વિદ્યા શીવલીંગના બોલીવુડ મ્યુઝીકના પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેનો સમય બપોરે ૪ વાગ્યાથી શરૂ થશે. જેનો લાભ લેવા તથા IHCNJ સંચાલિત આરોગ્ય સેવાઓ તથા દર વર્ષે પાંચ થી ૬ વખત યોજાતા ફ્રી હેલ્થફેરને મદદરૂપ થવા આમંત્રણ આઠવાયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨ દસકાથી IHCNJ દ્વારા અપાઇ રહેલી આરોગ્ય સેવાઓનો અત્યાર સુધીમાં વીમો નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા એવા ૧૦ હજાર ઉપરાંત કોમ્યુનીટી મેમ્બર્સ લાભ લઇ ચૂકયા છે. તથા આ સેવા માટે અત્યાર સુધીમાં ૬.૭ મિલીયન ડોલરનો ખર્ચ કરાયો છે. જે અંતર્ગત બ્લડ ટેસ્ટ,EKG,યુરિન રિપોર્ટ, હાર્ટ ડીસીઝ નિદાન, બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રામ, ડાયાબિટીસ ચેક અપ, કેન્સર નિદાન, આંખો તથા દાંતનું નિદાન, ડાયેટીંગ કાઉન્સેલીંગ, નાક,કાન, ગળાના રોગોનું નિદાન, ફીઝીયોથેરાપી સહિતની સેવાઓ માટે જે તે ક્ષેત્રના નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. તેમજ આ માટે વોલન્ટીઅર્સ, હોદેદારો મંદિરો, સહિત અનેક લોકોએ IHCNJના નેજા હેઠળ નિસ્વાર્થ કામગીરી બજાવી છે.

૨૦મા વર્ષની ઉજવણી અંગે વિશેષ માહિતી માટે ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯, શ્રી સુભાષ શાહ ૯૦૮-૩૯૧-૭૭૪૬, અથવા ડો.સુનિલ પરીખનો કોન્ટેક નં.૭૩૨-૮૨૨-૯૭૮૭ દ્વારા અથવા www.IHCNJ.org દ્વારા સંપર્ક સાધવા ડો.તુષાર બી પટેલની યાદીમાં જણાવાયું છે.

(9:37 pm IST)