Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર આશિષ મીત્રા સ્ટુડન્ટ્સ પાસે ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ

વોશિંગટન : યુ.એસ.ના કંસાસમાં આવેલી મિસૌરી યુનિવર્સીટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન આશિષ મીત્રા પોતાના સ્ટુડન્ટ્સ પાસે નોકરનું કામ કરાવતા હોવાનો આક્ષેપ થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જે મુજબ તેઓ સ્ટુડન્ટ્સ પાસે પોતાના ડોગને સાચવવાનું,ઘરના બગીચામાં આવેલા ફૂલ છોડને પાણી પાવાનું જેવા કામો પોતે પત્ની સાથે બહારગામ જાય ત્યારે કરાવતા હોવાના આક્ષેપો થયા છે.જોકે પ્રોફેસર આશીષએ આવા આક્ષેપો નકારી કાઢ્યા હોવાનું જાણવા મળે છે.

(9:56 am IST)