Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

અફઘાન સરહદે પાકિસ્તાનમાં બૉમ્બ બ્લાસ્ટ : બે સુરક્ષાકર્મી ને બે પોલીસકર્મીના મોત

અશાંત આદિવાસી જિલ્લામાં ભયાનક બોમ્બ બ્લાસ્ટ ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાનના અશાંત આદિવાસી જિલ્લામાં એક ભયાનક બોમ્બ બ્લાસ્ટ થયો. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. જિલ્લા પોલીસ અધિકારી સમદ ખાને કહ્યું કે બોમ્બ વિસ્ફોટ બાજૌર આદિવાસી જિલ્લાના તિયારા બંધગાય વિસ્તારના તહસીલ મોમંડમાં થયો હતો. ભયાનક બોમ્બ વિસ્ફોટમાં બે સુરક્ષા કર્મચારીઓ અને બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ બોમ્બ બ્લાસ્ટના ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે

પાકિસ્તાનના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસનની વધતી પ્રવૃત્તિઓ હવે પાકિસ્તાનને પણ અસર કરી રહી છે. બીબીસીના તાજેતરના અહેવાલ અનુસાર, પાકિસ્તાન ઈન્સ્લામાબાદમાં સંશોધન સંસ્થા પાકિસ્તાન ઈન્સ્ટિટ્યુટ ફોર પીસ સ્ટડીઝ (પીઆઈપીએસ) એ પાકિસ્તાનમાં વધી રહેલી હિંસક ઘટનાઓનો ડેટા એકત્ર કર્યો છે. તેના અહેવાલ મુજબ આ વર્ષે પાકિસ્તાનમાં હિંસામાં વધારો જોવા મળ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકની વધતી ઘટનાઓ પાછળ તહરીક-એ-તાલિબાન આતંકવાદી સંગઠનનો હાથ છે. આ સંગઠન પાકિસ્તાનમાં શરિયા કાયદાનો અમલ કરવા માંગે છે, જેમ તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કર્યું છે. સૌથી વધુ આતંકવાદી ઘટનાઓ પાકિસ્તાનના સાત આદિવાસી વિસ્તારોમાં બની રહી છે. ઓરકઝાઈ, બાજૌર, મોહમંદ, ખૈબર, કુર્રમ, ઉત્તર વજીરીસ્તાન અને દક્ષિણ વઝિરિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે.

(11:12 pm IST)