Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ભારત આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ દેખાડવો પડશે RT-PCR નેગેટિવ રિપોર્ટ : આરોગ્ય મંત્રાલયનો નિર્ણય

કોરોના વાયરસની માર્ગદર્શિકાનું હજુ પણ પહેલાની જેમ વિમાન અને એરપોર્ટ પર પાલન કરાવવામાં આવશે.

નવી દિલ્હી : ભારતમાં આગમન પર હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના વાયરસનો નેગેટિવ RTPCR ટેસ્ટ રિપોર્ટ બતાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે આજે આની જાહેરાત કરી છે.

 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો 18 ઓક્ટોબરથી હટાવી લેવામાં આવ્યા છે. આ આદેશ પછી, 100 ટકા મુસાફરો દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. અગાઉ, 18 નવેમ્બરથી 18 ઓક્ટોબર વચ્ચે, વિમાન 85 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી રહ્યા હતા.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસની માર્ગદર્શિકાનું હજુ પણ પહેલાની જેમ વિમાન અને એરપોર્ટ પર પાલન કરવામાં આવશે. મુસાફરી દરમિયાન, કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

 કોરોના સંક્રમણને કારણે 23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ મે 2020થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. આ સિવાય, પસંદગીના દેશો સાથે 'દ્વિપક્ષીય' એર બબલ' વ્યવસ્થા હેઠળ જુલાઈ, 2020થી ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(9:19 pm IST)