Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જામીન માટે હાઇકોર્ટ પહોચ્યા આર્યન ખાનના વકીલ

આર્યનના વકીલોએ કહ્યુ હતુ કે તેમણે પણ નથી ખબર કે ક્યા ગ્રાઉન્ડ પર અરજી ફગાવાઇ છે, તેમણે પહેલા કોર્ટનો ઓર્ડર વાંચવો પડશે.

મુંબઈ : બૉલીવુડ અભિનેતા  શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળ્યા નથી, તેમના વકીલે હાઇકોર્ટમાં NDPS કોર્ટ દ્વારા બેલ અપીલ રિજેક્ટ કરવામાં આવ્યા બાદ અરજી દાખલ કરી દીધી હતી. NCBના એએસજી અનિલ સિંહે જણાવ્યુ કે આ મામલે તેમણે ખાનના વકીલોએ જાણકારી આપી દીધી હતી.

વકીલ સતીશ માનશિંદે અને અમિત દેસાઇ આજે જ જસ્ટિસ નિતિન સાંબ્રેની બેંચ સામે અરજી મેંશન કરાવવા માટે રજૂ થયા હતા પણ આ મંજૂર થયા નહતા. જે બાદ હવે તેમણે કાલે એટલે કે ગુરૂવારે આશરે 10.30 વાગ્યે મેન્શન કરવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર, કોર્ટમાંથી નીકળવા પર આર્યનના વકીલોએ કહ્યુ હતુ કે તેમણે પણ નથી ખબર કે ક્યા ગ્રાઉન્ડ પર અરજી ફગાવાઇ છે, તેમણે પહેલા કોર્ટનો ઓર્ડર વાંચવો પડશે. એવા પણ રિપોર્ટ્સ છે કે એનસીબી અધિકારી સમીર વાનખેડેએ અરજી ફગાવાયા બાદ મીડિયાના સવાલોનો જવાબ આપ્યો નહતો અને માત્ર બે શબ્દ કહ્યા હતા, ‘સત્યમેવ જયતે.’

 આર્યન ખાન પાસે ડ્રગ્સ મળ્યુ નથી, તેમના મિત્ર અરબાજ મર્ચન્ટ પાસેથી એનસીબીએ ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. બીજી તરફ એનસીબીએ કોર્ટમાં આર્યનના વૉટ્સએપ ચેટ્સને કોટ કર્યુ છે. એનસીબીને શક છે કે આર્યન ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ જૂથ સાથે જોડાયેલો છે. બીજી તરફ હવે તે એક ડેબ્યૂટન્ટ એક્ટ્રેસ અને આર્યન વચ્ચે ડ્રગ્સને લઇને ચેટની વાત પણ એનસીબીએ કોર્ટમાં રાખી છે.

(6:33 pm IST)