Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મોંઘવારી મારી નાખશે

હવે TV જોવાનું મોંઘુ : ચેનલો જોવા માટે આપવા પડશે ૫૦ ટકા વધારો રૂપિયા

મુંબઇ તા. ૨૦ : જો તમને ટીવી જોવાનો શોખ છે, તો તમારે જાણવું જોઈએ કે ૦૧ ડિસેમ્બરથી ટીવી ચેનલોના બિલ વધવા જઈ રહ્યા છે. દેશના અગ્રણી બ્રોડકાસ્ટિંગ નેટવકર્સ ઝી, સ્ટાર, સોની અને વાયકોમ ૧૮ એ કેટલીક ચેનલોને તેમના બુકેમાંથી બાકાત રાખી છે, જેના કારણે ટીવી દર્શકોને ૫૦% સુધી વધુ ખર્ચ કરવો પડી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના નવા ટેરિફ ઓર્ડરના અમલીકરણને કારણે આ કિંમતો વધી રહી છે.

માર્ચ ૨૦૧૭ માં TRAI એ ટીવી ચેનલોની કિંમતો અંગે નવો ટેરિફ ઓર્ડર (NTO) જારી કર્યો હતો. તે પછી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ NTO ૨.૦ બહાર પાડવામાં આવ્યું. આને કારણે, તમામ નેટવકર્સ એનટીઓ ૨.૦ મુજબ તેમની ચેનલોના ભાવમાં ફેરફાર કરી રહ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) નું માનવું હતું કે NTO ૨.૦ દર્શકોને તેઓ જે ચેનલો જોવા માગે છે તે પસંદ કરવા અને ચૂકવણી કરવાનો વિકલ્પ અને સ્વતંત્રતા આપશે.

બ્રોડકાસ્ટિંગ નેટવકર્સના બુકેમાં આપવામાં આવતી ચેનલનું માસિક મૂલ્ય ૧૫-૨૫ રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યું હતું. પરંતુ TRAI ના નવા ટેરિફ ઓર્ડરમાં આ લઘુત્ત્।મ રૂપિયા ૧૨ નક્કી કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, ચેનલો માટે તેમની મોટાભાગની ચેનલો માત્ર ૧૨ રૂપિયામાં ઓફર કરવી ખૂબ જ હાનિકારક બની શકે છે. આ નુકશાન ઘટાડવા માટે, નેટવર્કે કેટલીક લોકપ્રિય ચેનલોને બુકેમાંથી બહાર કાઢીને તેમની કિંમતો વધારવાનો માર્ગ વિચાર્યો છે.સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની અને કેટલીક પ્રાદેશિક ચેનલો જેવી લોકપ્રિય ચેનલો જોવા માટે દર્શકોને ૩૫ થી ૫૦ ટકા વધુ ચૂકવવા પડશે. નવી કિંમતો પર સરવાળે નજર નાખીને, જો કોઈ દર્શક દર મહિને ૪૯ રૂપિયાને બદલે સ્ટાર અને ડિઝની ઈન્ડિયા ચેનલો જોવાનું ચાલુ રાખવા માંગે છે, તો તે જ સંખ્યાની ચેનલો માટે ૬૯ રૂપિયા ખર્ચ થશે. .

સોની માટે, તેને ૩૯ ને બદલે દર મહિને ૭૧ રૂપિયા ખર્ચવા પડશે. ZEE માટે ૩૯ રૂપિયાને બદલે મહિને ૪૯ રૂપિયા અને વાયાકોમ ૧૮ ચેનલો માટે ૨૫ રૂપિયાને બદલે ૩૯ રૂપિયા પ્રતિ મહિનાનો ખર્ચ થશે.

(2:47 pm IST)