Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

આતંકી હુમલાનું ષડયંત્ર રચવાના મુદ્દે NIAના ૧૧ સ્થળે દરોડા

હવે ઘાટીમાંથી થશે આતંકનો અંત !

શ્રીનગર તા. ૨૦ : જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ થયેલા આતંકી હુમલાનુ ષડયંત્ર રચવાના મામલે એનઆઈએએ ૧૧ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા હેઠળ શ્રીનગર, બારામુલા, પુલવામા, અવંતીપોરા, સોપોર અને કુલગામમાં તપાસ ચાલુ છે.

અગાઉ ૧૦ ઓકટોબરે પણ NIAએ જમ્મુ-કાશ્મીરમાં ૧૬ સ્થળ પર દરોડા પાડ્યા હતા.ઙ્ગNIAએ કુલગામ, બારામુલા, શ્રીનગર, અનંતનાગમાં કાર્યવાહી કરી હતી. ટીઆરએફના કમાન્ડર સજ્જાદ ગુલના ઘરે પણ અધિકારીઓએ દરોડા પાડ્યા.

IEDની જપ્તીના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં ૧૬ સ્થળ પર કાર્યવાહી થઈ. જેમાં એઝાઝ અહેમદ ટાક પુત્ર ગુલામ મોહમ્મદ ટાક, મુદાસિર અહેમદ અહંગર પુત્ર ગુલામ મોહિઉદ્દીન અહંગર, નસીર મંજૂર મીર પુત્ર મંજૂર અહેમદ મીર અને જુનૈદ હુસૈન ખાન પુત્ર મોહમ્મદ હુસૈન ખાનને અચબલ થાણા લઈ જવાયા અને તેમની પૂછપરછ કરવામાં આવી.

અગાઉ NIAએ જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંબંધી ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ૧૬ સ્થળ પર દરોડા પાડ્યા હતા. NIAએ આ દરોડો લશ્કર-એ-તૈયબા (એલઈટી), જૈશ-એ-મોહમ્મદ (જેએમ), હિજબ-ઉલ-મુઝાહિદ્દીન (એચએમ), અલ બદ્ર, ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ), પીપલ અગેંસ્ટ ફાસિસ્ટ ફોર્સેજ (પીએએફએફ), મુઝાહિદ્દીન ગજવતુલ હિંદ (એમજીએચ) સહિત વિભિન્ન આતંકી સંગઠનના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે માર્યો હતો. સૂત્રો અનુસાર ૧૦ ઓકટોબરે નવા કેસ નોંધવામાં આવ્યો હતો, જે બાદ એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બે સ્થળ પર NIAએ પાકિસ્તાન સ્થિત લશ્કરની શાખા, ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ) વિરૂદ્ઘ એક નવા કેસના સિલસિલામાં દરોડા પાડ્યા. એનઆઈએએ આ દરમિયાન વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ મોહમ્મદ હનીફ ચિરાલૂ, હફીઝ, ઓવૈસ દાર, મતીન ભટ અને આરિફ ફારૂક ભટ તરીકે થઈ. આ કેસ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુઝાહિદ્દીન, અલ બદર અને તેમના સહયોગીઓના કેડર દ્વારા જમ્મુ-કાશ્મીર અને અન્ય પ્રમુખ શહેરોમાં હિંસક આતંકવાદી કૃત્યને અંજામ આપવાના ષડયંત્ર રચવા સંબંધિત છે.

(2:46 pm IST)