Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

યુપીના લખીમપુર ખીરીની ઘાઘરા નદીમાં હોડી પલટતાં 10 લોકો ડૂબ્યા : બચાવ કામગીરી ચાલુ

ગામના 10 લોકો નદીમાં વહેતા લાકડાને લેવા ગયા હતા અને અચાનક બોટ પલટી

ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં બુધવારે મોટો અકસ્માત થયો હતો. ઘાઘરા નદીમાં એક હોડી પલટી ગઈ હોવાના અહેવાલ છે. બોટમાં સવાર 10 લોકો તણાઇ ગયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.મળતી માહિતી મુજબ, આ ઘટના લખીમપુર ખીરી જિલ્લાના ધૌરહરા તાલુકાના ઇસનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મિરઝાપુર ગામની છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સવારે ઘાઘરા નદીમાં એક બોટ પલટી ગઈ હતી. બોઘમાં સવાર 10 લોકો ઘાઘરા નદીમાં તણાઇ ગયા છે.

ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક સ્ટીમર ઘટનાસ્થળે પહોંચી છે. બચાવ કાર્ય ચાલુ છે.ગ્રામ પંચાયત મિરઝાપુરના આઠથી દસ લોકો બોટ લઈને સવારે નદી પાર તેમના ખેતરો પર જઈ રહ્યા હતા. ત, ગામના લોકોનું કહેવું છે કે ગામના 10 લોકો નદીમાં વહેતા લાકડાને લેવા ગયા હતા અને અચાનક બોટ પલટી જવાના કારણે અકસ્માત થયો.

હોડીમાં સવાર લોકોમાં સુંદર પુત્ર ગયા પ્રસાદ, ત્રિમોહન પુત્ર સુંદર, અશોક કુમાર પુત્ર ગયા પ્રસાદ, ધોડે પુત્ર નાનકુ, દીપુ પુત્ર નાનકાઉ, સુરેન્દ્ર કુમાર પુત્ર નાનકાઉ, કૃપા દયાલ પુત્ર મોહન, મુરારી પુત્ર મૌજીલાલ, રાજુ પુત્ર શૈલાફીનો સમાવેશ થાય છે. એસડીએમ ધૈરહરા રેણુ, સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. ડીએમ ડો.અરવિંદ કુમાર ચૌરસિયાએ જણાવ્યું કે તેઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. જ્યારે ગામમાં હાજર એસડીએમ રેણુએ જણાવ્યું હતું કે હજુ સુધી કંઇ પુષ્ટિ થઇ રહી નથી. અમે માહિતીના આધારે સજાગ છીએ. રાહત પ્રયાસો ચાલુ છે

(12:51 pm IST)