Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

અફઘાન અંગે રશિયામાં બેઠક : ભાગ લેશે ભારત-તાલીબાનના પ્રતિનિધીઓ એક સાથે

નવી દિલ્હી,તા. ૨૦ : અફઘાનિસ્તાનમાં સતા પરિવર્તન બાદ પહેલી વાર ભારત સરકારના અને તાલીબાનીઓના પ્રતિનિધીઓ આંતરરાષ્ટ્રીય વાતચીતના ટેબલ ઉપર એક સાથે નજર આવશે. અફઘાનની સ્થિતી ઉપર રશિયા તરફથી બોલાવામાં આવેલ બેઠકમાં ભાગ લેવા માટે ભારતીય અધિકારી અને તાલીબાની પ્રતિનિધી મોસ્કો પહોંચ્યા છે.

વિદેશ ખાતામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન મામલાઓના પ્રભારી સંયુકત સચીવ જેપી. સિંહ અને યુરેશીયા મામલાઓના પ્રભારી સંયુકત સચિવ ડો.આદર્શ સ્વઇકાને મોસ્કો સંબોધીત કરશે.

અફઘાનિસ્તાન ઉપર મોસ્કો ફોર્મેટની આ ત્રીજી બેઠક છે જેમાં ભારત સહિત ૧૦ દેશોના પ્રતિનિધીઓ હાજર રહેશે. સાથે જ બેઠકમાં તાલીબાન પ્રશાસનના નાયબ વડાપ્રધાન અબ્દુલ સલામ હનાફી પણ હાજર રહેશે.

(12:39 pm IST)