Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

શિવસેના સાંસદ ભાવના ગવલી બીજું સમન્સ છતાં ઇડી સમક્ષ પૂછપરછમાં હાજર નહીં થાય 1k

ચિકનગુનિયા થયો હોવાથી 15 દિવસ પુછપરછ મુલતવી રાખવા કરી માંગ

મુંબઈ :શિવસેના સાંસદ ભાવના ગવલી આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં  પૂછપરછ માટે હાજર થશે નહીં. ED એ મની લોન્ડરિંગ કેસમાં ભાવના ગવલીને પુછપરછ માટે બીજુ સમન્સ મોકલ્યુ હતુ. ત્યારે ભાવના ગવલીએ ફરી 15 દિવસ પુછપરછ મુલતવી રાખવા માંગ કરી છે.સાંસદ ગવલીને ચિકનગુનિયા થયો છે. જેને કારણે, તેમણે પૂછપરછ માટે ઇડી ઓફિસમાં આવવાની અસમર્થતા વ્યક્ત કરી છે.ઉલ્લેખનીય છે કે, ભાવના ગવલી યવતમાલ જિલ્લાના વાશિમથી સાંસદ છે અને શિવસેનાના નેતા છે.

 ED એ ભાવના ગવલીને પૂછપરછ માટે 20 ઓક્ટોબરે બેલાર્ડ પિયર્ડ ઓફિસમાં હાજર રહેવા આદેશ કર્યો છે. ભાવના ગવલીને સવારે 11 વાગ્યે પૂછપરછ માટે આવવા આદેશ કરવામાં આવ્યો છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વધુ પુછપરછ માટે ભાવના ગવલીને બીજુ સમન્સ મોકલ્યુ છે, જે અંતર્ગત ગવલીએ પૂછપરછ માટે હાજર થવાનો ઇનકાર કર્યો છે. અગાઉ 4 ઓક્ટોબરના રોજ તેમને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ભાવના પૂછપરછ માટે હાજર થઇ ન હતી.

 ઇડી મની લોન્ડિરિંગ કેસમાં ભાવના ગવલીના ટ્રસ્ટમાં થયેલી 72 કરોડની ગેરરીતિની હાલ તપાસ કરી રહી છે. મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, વાશિમ સ્થિત સાંસદ ભાવના ગવલીમાં કર્મચારીઓ સાથે જોડાયેલા કેસો અને ગવલીના નજીકના સહયોગી સઇદ ખાન દ્વારા કરવામાં આવેલા રસ્તાના કામમાં કૌભાંડ મામલે ED દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,12 ઓક્ટોબરના રોજ ED ના અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. જેમાં તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, ટ્રસ્ટના વડા ભાવના ગવલીની હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે.

 

ભાવના ગવલીના નજીકના સહયોગી સઇદ ખાન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેની પૂછપરછમાં ગેરરીતિના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ભાવના ગવલીને તે કેસોમાં પૂછપરછ કરવા ઇડીએ સમન્સ પાઠવ્યુ છે. તેમને 4 ઓક્ટોબરે સમન્સ પાઠવીને હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ ભાવના ગવલી તે સમયે પણ હાજર રહી નહોતી. ઉપરાંત તેમણે 15 દિવસની મુદત વધારવા માટે ED સમક્ષ માંગ કરી હતી. હવે આ સમયગાળો પૂરો થયો છે. પરંતુ ભાવના ગવલીએ ફરી એક વખત ચિકનગુનિયાને ટાંકીને 15 દિવસ પુછપરછ મુલતવી રાખવા માંગ કરીછે. તેમના પર મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટને ખાનગી કંપનીમાં રૂપાંતરિત કરવાનો અને બનાવટી કંપનીઓ દ્વારા કંપનીના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

(12:07 pm IST)