Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

નારાયણ સાંઇને મોટો ઝટકો : બે સપ્તાહનો ફર્લો આપવા હાઈકોર્ટનો આદેશ સુપ્રીમકોર્ટે રદ કર્યો

સાઈની માતાને તેમની નાદુરસ્ત તબિયતને કારણે ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે ફરલો મંજૂર કર્યો હતો

નવી દિલ્હી :  આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને બે સપ્તાહનો ફર્લો આપવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ખંડપીઠે ગુજરાત સરકારની અરજી પર નારાયણ સાંઈને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ફર્લો રદ કર્યો હતો. 24 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે નારાયણ સાંઇને ફરલો મંજૂર કર્યો હતો. અગાઉ ડિસેમ્બર 2020 માં, હાઈકોર્ટે સાઈની માતાને તેમની નાદુરસ્ત તબિયતને કારણે ફર્લો આપ્યો હતો. સુરતની કોર્ટે 26 એપ્રિલ 2019 ના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી ગુનો), 323 (હુમલો), 506-2 (ફોજદારી ધમકી) અને 120-બી (ષડયંત્ર) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અને આજીવન કેદની સજા ફટકારી હતી.

નોંધનીય છેકે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સાંઈને જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી તેને ‘ફર્લો’ ન આપવો જોઈએ. સાઈએ આ કારણોસર ‘ફર્લો’ માંગી છે કે તેણે તેના પિતા આસારામની સંભાળ રાખવી પડશે, જે અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત હતા.

(12:02 pm IST)