Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ફ્રેશર્સ માટે અચ્‍છે દિન

આઇ.ટી. સેકટરમાં નોકરીઓની બૌછાર વર્ષમાં દોઢ લાખ રોજગારીની આશા

આઇ.ટી. પ્રોફેશનલ્‍સની માંગ વધતા પેકેજને સામે રાખી અનુભવી નિષ્‍ણાંતો વર્તમાન નોકરી બદલવા લાગ્‍યા : ભારતમાં હાલમાં આઇ.ટી. સેકટરનું કદ ૧૯૪ અબજ ડોલરનું છે : ૪૬ લાખ થી વધુ લોકો કામ કરે છે : સ્‍ટાર્ટઅપની પણ બોલબાલા : ટી.સી.એસ., ઇન્‍ફોસીસ, વિપ્રો, એચ.સી.એલ. સહિતની કંપનીઓએ વર્ષમાં બે વખત ઇન્‍ક્રીમેન્‍ટ આપ્‍યું

 

રાજકોટ તા. ૧૯ :  માહિતી અને જ્ઞેકનોલોજીના આજના યુગમાં ઉચ્‍ચ શિક્ષણ સાથે ઉચ્‍ચ કારકિર્દિ બનાવવા માટે યુવાધન સતત આતુર હોય છે. માન-મોભો પ્રતિષ્‍ઠા આપતી લાખો નોકરીઓ આઇ.ટી.સેકટરમાં સર્જાશે તેવી આશા સેવાઇ રહી છે. એક વર્ષમાં ૧.૬૦ લાખ જેટલી રોજગારી આઇ.ટી. સેકટરમાં સર્જાવાની આશા સેવાઇ રહી છે.

ખાસ કરીને આઇ.ટી. સેકટરમાં અભ્‍યાસ પુરો કરનાર ફ્રેશર્સ માટે નોકરી મેળવવાની ઉજળી તક સર્જાશે તેવું દેખાઇ રહ્યું છે.

મોટાભાગના તમામ ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઇ ગયો છે. ત્‍યારે અનુભવી અને નિષ્‍ણાંત આઇ.ટી.પ્રોફેશનલ્‍સ ડીમાન્‍ડ હોઇ પેકેજ સહિતના કારણોને લીધે વર્તમાન નોકરી બદલવા લાગ્‍યાનું જોવા મળે છે. કોરોના મહામારીને લીધે ડીજીટલાઇઝેશનમાં વધારો થતા આઇ.ટી.સેકટરના નીચેથી માંડીને ઉચ્‍ચ સ્‍તર સુધીના તમામ કેડરના કર્મચારીઅનો વર્તમાન નોકરી બદલવાનો ટ્રેન્‍ડ (રેશ્‍યો) ર૦ થી ૩૦ ટકા સુધી પહોંચી ગયાનું જાણવા મળે છે. નોકરી છોડવાના આવા ઉચ્‍ચ દર (એટ્રીશનરેટ)ને કારણે ભારતના હાલના અંદાજે ૧૯૪ અબજ ડોલરના આઇ.ટી. ઉદ્યોગને કર્મચારીઓના અભાવે મુશ્‍કેલીનો  સામનો કરવો પડતો હોવાનું જોવા મળી રહ્યું છે આઇ.ટી.કંપનીઓ પાસે પુષ્‍કળ પ્રમાણમાં નવા ઓર્ડર્સ હોવાનું આઇ.ટી.ક્ષેત્રના સૂત્રો જણાવી રહ્યા છ.ે સામાન્‍ય રીતે આઇ.ટી. સેકટરમાં કર્મચારીઓ દ્વારા નોકરી છોડવાનો દર ૧૦ થી ર૦ ટકા જેટલો રહેતો હોય છ.ે પરંતુ આ સમયમાં તેનાથી બે ગણો હોવાનું દેખાઇ રહ્યું છ.ે વોર ચાલી રહ્યાનું જાણવા મળે છે. યોગ્‍ય લાયકાત ધરાવતા પ્રોફેશનલ્‍સને કંપનીઓ દ્વારા મોટા પેકેજ તથા ઇન્‍સેન્‍ટીવ આપવામાં આવી રહ્યા છે. ટી.સી.એસ. ઇન્‍ફોસીસ, વિપ્રો તથા એચ.સી.એલ.જેવી મોટી કંપનીઓએ તો કર્મચારીઓને વર્ષમાં બે વખત ઇન્‍ક્રીમેન્‍ટ આપ્‍યા હોવાનું જાણવા મળે છ.ે સમગ્ર ભારતમાં આઇ.ટી.સેકટરમાં ૪૬ લાખથી વધુ લોકો હાલમાં કામ કરી રહ્યા છે ત્‍યારે  ખાસ કરીને ફ્રેશર્સ માટે આઇ.ટી. સેકટરમાં નોકરી મેળવવાની જબ્‍બરદસ્‍ત તક સર્જાઇ રહ્યાનુ઼ જાણવા મળે છ.ે

 ટી.સી.એસ., વિપ્રો તથા એચ.સી.એલ.દ્વારા વર્ષ દરમ્‍યાન હજ્‍જારો ઉમેદવારોને હાયર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્‍ટાર્ટઅપ્‍સ શરૂ થવાને કારણે પણ આઇ.ટી.ટેલેન્‍સની માંગ વધી છ.ે આ વર્ષે સપ્‍ટેમ્‍બર સુધીમાં પ્રાઇવેટ ઇકિવટી તથા વેન્‍ચર કેપીટલ કંપનીઓ દ્વારા ભારતની વિવિધ કંપનીઓમાં ૪૯ અબજ ડોલર જેટલું રોકાણ (નિવેશ) કર્યું હોવાનું જાણવા મળે છે, જે ગત વર્ષ ર૦ર૦ ની સરખામણીમાં પ૯ ટકા જેટલું વધારે છ.ે આમાંથી એક મોટો ભાગ સ્‍ટાર્ટઅપમાં રોકાણ અર્થે હોવાનું પણ જાણવા મળે છ.ે

(11:03 am IST)