Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૨૪ કલાકમાં કોરોનાના ૧૪૬૨૩ કેસઃ ૧૯૭ના મોત

આ વર્ષે નહીં આવે ત્રીજી લહેરઃ કેસમાં સામાન્ય વધારો નોંધાયો, છતાં સતત ચોથા દિવસે નવા કેસ ૧૫ હજારથી ઓછા : કોરોનાના ૧૯ હજાર ૪૪૬ દર્દી સાજા થયા

નવી દિલ્હી, તા.૨૦: ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૪ હજાર ૬૨૩ નવા મામલા આવ્યા છે. આ મામલા ૧૫ હજારથી ઓછા છે પણ ૧૯ ઓકટોબરના મામલા કરતા વધારે છે. ૧૯ ઓકટોબરો ૧૩, ૦૫૮  મામલા નોંધાયા હતા. જયારે ૧૬૪ લોકોના મોત થયા હતા. જયારે આજે એટલે કે ૨૦ ઓકટોબરે ૧૯૭ કોરોનાના  દર્દીએ જીવ ગુમાવ્યો છે.  રિકવરી રેટ સતત પોતાના ઉચ્ચતમ સ્તર પર છે અને ગત વર્ષે માર્ચની સરખામણીએ આ સૌથી વધારે છે. ગત ૪ દિવસોથી કોરોનાના કેસ ૧૫ હજારથી ઓછા નવા  કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના તાજા ટ્રેંડને જોતા એકસપર્ટ્સે કહ્યું છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે પણ છે તો તે ૨૦૨૨ના મધ્ય સમય સુધી હશે.  હાલ એવું થવાની શકયતા નથી.

તાજા આંકડા મુજબ આ સમયમાં કોરોનાના ૧૯ હજાર ૪૪૬ દર્દી સાજા થયા છે.  એકિટવ કેસો ઘટવાનું પણ સતત ચાલું છે અને હવે આ કુલ મામલાના ફકત ૦.૫૨ ટકા રહી ગયા છે. દેશમાં કોરોનાના ફકત ૧ લાખ ૭૮ હજાર એકિટવ કેસ રહ્યા છે. ગત ૨૨૯ દિવસોમાં સૌથી ઓછા છે.

કોરોનાથી સાજા થનારાનો દર ૯૮.૧૫ ટકા પહોંચી ગયો છે. જે ગત વર્ષ માર્ચથી અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. ગત ૧૧૭ દિવસથી અઠવાડિક પોઝિટિવિટી રેટ ૩ ટકાથી નીચે બનેલો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં ૯૯.૧૨ કરોડ રસીના ડોઝ લગાવાઈ ચૂકયા છે અને આવતા કેટલાક દિવસોમાં જ ભારત ૧૦૦ કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ પણ બનાવી લેશે.

ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૪ હજાર ૬૨૩ નવા મામલા આવ્યા છે. આ મામલા ૧૫ હજારથી ઓછા છે પણ ૧૯ ઓકટોબરના મામલા કરતા વધારે છે. ૧૯ ઓકટોબરો ૧૩, ૦૫૮  મામલા નોંધાયા હતા. જયારે ૧૬૪ લોકોના મોત થયા હતા. જયારે આજે એટલે કે ૨૦ ઓકટોબરે ૧૯૭ કોરોનાના  દર્દીએ જીવ ગુમાવ્યો છે.  રિકવરી રેટ સતત પોતાના ઉચ્ચતમ સ્તર પર છે અને ગત વર્ષે માર્ચની સરખામણીએ આ સૌથી વધારે છે. ગત ૪ દિવસોથી કોરોનાના કેસ ૧૫ હજારથી ઓછા નવા  કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના તાજા ટ્રેંડને જોતા એકસપર્ટ્સે કહ્યું છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે પણ છે તો તે ૨૦૨૨દ્ગક્ન મધ્ય સમય સુધી હશે.  હાલ એવું થવાની શકયતા નથી.

તાજા આંકડા મુજબ આ સમયમાં કોરોનાના ૧૯ હજાર ૪૪૬ દર્દી સાજા થયા છે.  એકિટવ કેસો દ્યટવાનું પણ સતત ચાલું છે અને હવે આ કુલ મામલાના ફકત ૦.૫૨ ટકા રહી ગયા છે. દેશમાં કોરોનાના ફકત ૧ લાખ ૭૮ હજાર એકિટવ કેસ રહ્યા છે. ગત ૨૨૯ દિવસોમાં સૌથી ઓછા છે.

કોરોનાથી સાજા થનારાનો દર ૯૮.૧૫ ટકા પહોંચી ગયો છે. જે ગત વર્ષ માર્ચથી અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. ગત ૧૧૭ દિવસથી અઠવાડિક પોઝિટિવિટી રેટ ૩ ટકાથી નીચે બનેલો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં ૯૯.૧૨ કરોડ રસીના ડોઝ લગાવાઈ ચૂકયા છે અને આવતા કેટલાક દિવસોમાં જ ભારત ૧૦૦ કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ પણ બનાવી લેશે.

(10:38 am IST)