Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ટ્રક સાથેના અકસ્માતમાં પગ ગુમાવનારા યુવકને ૭૨ લાખનું વળતર ચુકવવા આદેશ

બાઇક પર જઇ રહેલા બે મિત્રોને પાછળથી આવેલા ટ્રકે અડફેટે લીધા હતાઃ એકનું મોત થયું અને બીજાએ પગ ગુમાવ્યો

મુંબઈ,તા. ૨૦:૨૦૧૨માં ટ્રક સાથે થયેલા એક ભયાનક અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવનારા યુવકને નવ વર્ષે ૭૨ લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. કોર્ટે વળતરની રકમ વ્યાજ સાથે ચૂકવવા પણ તાકીદ કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે, નાની વયમાં પગ ગુમાવવાથી યુવકે પોતાના જીવનમાં દ્યણું ગુમાવવું પડ્યું છે, અને તેની સાથે વેદના પણ સહન કરવી પડી છે. જેની ભરપાઈ માટે તે વળતરનો હક્કદાર છે.

મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો ભરતચંદ્ર બેરા બાઈક પર પોતાના મિત્ર સાથે રાત્રે બે વાગ્યે કલ્યાણ તરફ જઈ રહ્યો હતો. તે વખતે એક ટ્રકે પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બંને મિત્રો ટ્રક નીચે આવી ગયા હતા. આ અકસ્માતમાં ભરતચંદ્રના મિત્રનું દ્યટનાસ્થળે જ મોત થયું હતું, જયારે તેમનો ડાબો પગ ખૂબ જ ખરાબ રીતે કચડાઈ ગયો હતો. જેને પાછળથી કાપવો પડ્યો હતો.

અકસ્માતમાં પગ ગુમાવવા બદલ તેમણે મોટર એકિસડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તેમના મિત્રના પરિવારજનોને ૨૦૧૯માં એક અલગ ઓર્ડરમાં ૩૯ લાખ રુપિયાનું વળતર ચૂકવવા આદેશ કરાયો હતો. ભરતચંદ્રને જે વળતર ચૂકવવા આદેશ કરાયો છે તેમાં દોઢ લાખ રુપિયા તેમને જે તકલીફ ભોગવવી પડી તેના અને બે લાખ રુપિયા પગ ગુમાવવાના ચૂકવાશે.

કોર્ટે જણાવ્યું હતું કે, અરજદારની વયને જોતા જણાય છે કે તેમણે દ્યણું સહન કર્યું છે, અને ભવિષ્યમાં પણ તેમને પગ ગુમાવવાને કારણે ઘણી તકો જતી કરવી પડશે. તેઓ સામાન્ય વ્યકિતની જેમ નહીં જીવી શકે અને ઘણી પ્રવૃત્ત્િ। પણ નહીં કરી શકે.

ભરતચંદ્રએ ૨૦૧૩માં ટ્રકના માલિક હીરા દેવી અને ઈન્શ્યોરન્સ કંપની ICIC લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ કુ. સામે કેસ કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે અકસ્માત થયો તે પહેલા તેઓ પોતાની રેસ્ટોરાં ચલાવતા હતા, પરંતુ અકસ્માતમાં પગ ગુમાવતા તેમને પોતાનો ધંધો સમેટી લેવાની ફરજ પડી હતી. તેમણે કુલ ૧.૩૩ કરોડ રુપિયાનું વળતર માગ્યું હતું જેની સામે કોર્ટે વ્યાજ સાથે ૭૨ લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.

(10:02 am IST)