Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ITમાં સેટલેમન્ટ કમિશન ચાલુ કર્યાના ૨૦ જ દિવસ બાદ ફરી બંધ કરી દેવાયું

૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાય તે માટે કમિશન શરૂ કરાયું હતું : નવું માળખું કે નીતિ જ જાહેર કરવામાં નહીં આવતા કરદાતાઓમાં કચવાટ

નવી દિલ્હી,તા. ૨૦: ૨૦ દિવસ માટે સેટલમેન્ટ કમિશનરમાં અરજી સ્વીકારવાનુ શરુ કર્યા બાદ ફરી પાછુ બંધ કરી દેવાનો નિર્ણય ઇન્કમટેકસ વિભાગે કરતા કરદાતાઓએ સેટલમેન્ટ કમિશનમાં જવા માટે હવે નવુ જાહેરનામુ બહાર નહીં પડે ત્યાં સુધી રાહ જોવાની સ્થિતી સર્જાવાની છે.

ઇન્કમટેકસના કરદાતા અતે અધિકારીઓ વચ્ચે ટેકસની બાબતમાં કોઇ વાંધો હોય તો તેના નિકાલ માટે અથવા કરદાતાને ન્યાય મળી રહે તેને ધ્યાને રાખીને સેટલમેન્ટ કમિશનની રચના કરવામાં આવી છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં સેટલમેન્ટ કમિશન માટેની નિતી જ જાહેર કરવામાં આવી નહીં હોવાના લીધે અનેક કરદાતાઓ અરજી કરી શકતા નહોતા. જયારે ૭ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ તે અંગેનુ સત્ત્।ાવાર જાહેરાનામુ બહાર પાડીને સેટલમેન્ટ કમિશનમાં કરદાતા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અરજી કરવા માટેનુ જણાવ્યુ હતુ. ત્યાર બાદ સેટલમેન્ટ કમિશન આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી. જેથી કરદાતાએ સેટલમેન્ટ કમિશનમાં જવા માટે હજુ રાહ જોવી પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.

આ અંગે સીએ વિરેશ રૂદલાલે જણાવ્યુ  હતુ કે સેટલમેન્ટ કમિશનની જાહેરાત  કરવામાં આવે તો જયારથી તેને બંધ કરી  દેવામાં આવ્યુ છે. ત્યાર પછીના તમામ  કેસમાં કરદાતા સેટલમેન્ટ કમિશનમાં  જવા માંગતા હોય તો અરજી કરી શકતા  હોય છે. પરંતુ હાલમાં આ સુવિધા બંધ  કરી દેવામાં આવતા આઈટી  અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા  ખોટા એસએસમેન્ટ સામે જઈ પણ  શકતા નથી.

સેટલમેન્ટ કમિશન ફરી શરૂ થાય તેની રાહ જોતા કરદાતા

અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્કમટેકસ વિભાગ અને કરદાતા વચ્ચે આવકને લઇને માથાકૂટ થાય તો કરદાતા દ્વારા સમગ્ર કેસને સેટલમેન્ટ કમિશનમાં લઇ જવામાં આવતો હતો. કારણ કે તેમાં કરદાતા અન ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓ વસ્ચે ચર્ચા વિચારણા કરીને સમાધાન કરવામાં આવતું હતું. તેમાં કરદાતાની સાથે સાથે ઇન્કમટેકસ વિભાગને પણ નુકસાન નહીં થાય તે પ્રમાણે વર્ષોથી કામગીરી કરવામાં આવતી હોય છે. તેને સેટલમેન્ટ કમિશન તરીકે ઓળખવામાં આવતુ હોય છે. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં ગણતરીના ૨૦ દિવસ માટે શરુ કરવામાં આવ્યા બાદ ફરી બંધ કરી દેવામાં આવતા કરદાતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

(9:58 am IST)