Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

યુરોપિયન દેશ લાતવિયામાં કોરોના વિસ્ફોટ: એક મહિના સુધી લોકડાઉન લાગુ

વડાપ્રધાને સ્વીકાર્યું તેમની સરકાર નાગરિકોને રસી આપવા લેવા માટેની સમજ અપવામાં નિષ્ફળ ગઈ

હેલ્સિક : યુરોપિયન દેશ લાતવિયામાં કોરોના સંક્રમણથી વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારથી એક મહિના સુધી લોકડાઉન લાગુ કરવામાં આવશે. યુરોપિયન યુનિયનના સૌથી ઓછા રસીકરણ દર ધરાવતા દેશોમાં લાતવિયાનો સમાવેશ થાય છે. સોમવારે મોડી રાત્રે સરકારની તાકીદની બેઠક બાદ લાતવિયાના વડા પ્રધાન ક્રિસ્જાનીસ કેરિન્સે જણાવ્યું હતું કે, લોકડાઉન 21 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી લાદવામાં આવશે. સાથે સાથે ઝડપથી ફેલાતા સંક્રમણને પહોંચી વળવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.

લાતવિયાની માત્ર અડધી વસ્તીએ હમણાં જ કોવિડ-19 એન્ટિ-વેક્સિનનો ડોઝ લીધો છે. કેરિન્સે સ્વીકાર્યું કે, તેમની સરકાર નાગરિકોને રસી આપવા લેવા માટેની સમજ અપવામાં નિષ્ફળ ગઈ છે. લગભગ 1.9 મિલિયનની વસ્તી ધરાવતા દેશમાં કોરોના વાયરસના 1,90,000 કેસ આવ્યા અને લગભગ 2,900 લોકો મૃત્યુ પામ્યા છે.

બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ રશિયન કોરોના વેક્સીન સ્પૂતનિક-V ને પોતાના દેશમાં ઉપયોગ કરવાની મંજૂરી નથી આપી. આ અંગે સોમવારના રોજ દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય ઉત્પાદ નિયામકે કહ્યું કે તેઓ રશિયન કોરોના વેક્સીન સ્પૂતનિક-Vને મંજૂરી નહીં આપે. કારણ કે તેનાથી પુરુષોમાં HIV સંક્રમણ નું જોખમ વધી શકે છે. જોકે, આ નિર્ણય અગાઉ કરાયેલા અધ્યાયનો પર આધારીત છે. જેમાં એડેનોવાયરસના સંશોધિત રૂપની સુરક્ષાનું પરીક્ષણ કરાયું હતું, જે એક પ્રકારનો વાયરસ છે. માનવામાં આવે છે કે તે શ્વસન સંક્રમણનું કારણ બને છે અને તેને Ad5 તરીકે ઓળખવામાં આવે છે, જે રશિયન વેક્સીનમાં જોવા મળે છે.
સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ પુરુષોમાં HIV સંક્રમણનું જોખમ વધારી શકે છે." જોકે કંપની પાસે એવા પુરાવા નહોતા કે દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ HIVના પ્રસારમાંમાં સુરક્ષા પૂરી પાડશે.

(12:00 am IST)