Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

બાંગ્લાદેશે ઓમાનને 26 રનથી હરાવ્યું : નઈમેં 64 રન અને શાકિબે 42 રન ફટકાર્યા

બાંગ્લાદેશના 153 રનના જવાબમાં ઓમાન 127 રન બનાવી શક્યું : બાંગ્લાદેશ તરફથી રહમાને ચાર વિકેટ ઝડપી

ઓમાન :ઓપનર મોહમ્મદ નઈમના ૬૪ અને ઓલરાઉન્ડર શાકિબના ૪૨ રનની મદદથી બાંગ્લાદેશે ઓમાન સામેની વર્લ્ડ કપ ટી-૨૦ની મેચમાં ૧૫૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. બાંગ્લાદેશના બાકીના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. જ્યારે ઓમાનના બોલર બિલાલ ખાન અને ફય્યાઝ બુટ્ટે ૩-૩ વિકેટ ઝડપી હતી. જવાબમાં ઓમાને ૯ ઓવરમાં બે વિકેટે ૬૬ રન કર્યા હતા.

બાંગ્લાદેશે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. નઈમે ૫૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૬૪ રન કર્યા હતા. જોકે લિટ્ટન દાસ ૬ અને મહેંદી હસન ૦માં આઉટ થયા હતા. શાકિબે ૨૯ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૪૨ રન કર્યા હતા.નુરુલ હસન ૩, અફિફ હોસેન ૧, મહમુદુલ્લાહ ૧૭, રહીમ ૬, સૈફુદ્દિન ૦, રહમાન ૨ ના સ્કોર પર આઉટ થયા હતા. તસ્કીન ૧ રને નોટઆઉટ હતો.

જવાબમાં ઓમાન તરફથી જિતેન્દર સિંઘે ૩૩ બોલમાં ૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૪૦ રન ફટકાર્યા હતા. કશ્યપ પ્રજાપતિએ ૨૧ રનનું યોગદાન આપ્યું હતુ. જ્યારે નદીમે અણનમ ૧૪ રન કર્યા હતા. બાંગ્લાદેશ તરફથી રહમાને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે શાકિબે ત્રણ અને સૈફુદ્દિન તેમજ મેંહદી હસને ૧-૧ બેટ્સમેનને આઉટ કર્યા હતા. ઓમાનની ટીમ તરફથી ચાર બેટ્સમેનો ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યા હતા.

(12:15 am IST)