Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

બાળકોને ૪-૬ સપ્તાહમાં રસી આપવાની શરૂઆતના સંકેત

૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની વસતી ૪૪ કરોડ : બાળકોના રસીકરણ માટે એક પ્રાથમિકતા યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમજ આ કામ જલ્દી જ પૂરુ થશે

નવી દિલ્હી, તા.૧૯ : દેશમાં બાળકોના કોરોના વેક્સિનેશન સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જલ્દી જ બાળકોના વેક્સિનેશનની શરૂઆત થવાની છે. કોરોના સંક્રમણનુ રક્ષા કવચ બનેલી વેક્સિનની રાહ જોઈ રહેલા બાળકો અને વાલીઓનુ રાહ જોવાનુ ખતમ થવાનુ છે. દેશમાં કોવિડ-૧૯ વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડો એન કે અરોડા અનુસાર આગામી ચારથી છ અઠવાડિયામાં બાળકોના રસીકરણની શરૂઆત થઈ જશે.

જોકે શરૂઆતી સમયમાં માત્ર તે બાળકોને રસી લાગશે જે પહેલેથી જ કોઈ બીમારીના કારણે કમજોર થઈ ગયા છે. બાળકોના રસીકરણ માટે એક પ્રાથમિકતા યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

આ કામ જલ્દી જ પૂરુ થશે પછી તબક્કાવાર રીતે બાળકોનુ રસીકરણ કરવામાં આવશે. પહેલા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તે બાળકોને વેક્સિન લાગશે જે કોઈ બીમારીના કારણે ઈમ્યુન-કોમ્પ્રોમાઈસ્ડ છે અને કોવિડથી સંક્રમિત થવાની સ્થિતિમાં તેમાં ગંભીર બીમારી થવાની સંભાવના ૩થી ૧૦ ઘણી વધારે છે.

 કમજોર ઈમ્યુનિટી અથવા બીમાર બાળકોને કોરોનાની રસી લાગવાની શરૂઆત આગામી ચારથી છ અઠવાડિયામાં થઈ શકે છે. સ્વસ્થ્ય બાળકોનુ વેક્સિનેશન આગામી વર્ષ ૨૦૨૨ની પહેલી તિમાહીથી થશે એટલે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોનુ રસીકરણ માર્ચ-એપ્રિલથી શરૂ થશે કેમ કે એક અનુમાન અનુસાર ત્યાં સુધી દેશમાં ૧૮ વર્ષથી ઉપરની સમગ્ર વસતીનુ રસીકરણ થઈ ચૂક્યુ હશે.

કોવિડ-૧૯ સ્ટડી અનુસાર કોરોના સંક્રમિત થવા પર બાળકો પર તેની અસર ઓછી પડે છે. બાળક સુપર સ્પ્રેડર હોઈ શકે છે. તેથી તેમના રસીકરણ પર ઝડપથી કામ થઈ રહ્યુ છે. ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની વસતી લગભગ ૪૪ કરોડ છે.

(12:00 am IST)