Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા ગાયત્રી મંદિરમાં નવરાત્રી ઉત્સવ ઉજવાયો : મંદિરના પરિસરમાં બે તાલી ,ત્રણ તાલી, ગરબાઓમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા : 13 ઓક્ટોબર આઠમના રોજ યજ્ઞ -હવનનું આયોજન કરાયું : 1000 ઉપરાંત ભાવિકો યજ્ઞમાં આહુતિ આપી ધન્ય બન્યા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિતશ્રી રામ શર્મા આચાર્યજી અને માતાશ્રી ભગવતી દેવીના પ્રેરણા તથા સૂક્ષ્મ માર્ગદર્શન દ્વારા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેય શ્રી ડો.પ્રણવ પંડ્યાજી અને શ્રદ્ધેયા શૈલ જીજીના માર્ગદર્શન થકી ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર ( GCC ) piscataway શહેરની મધ્યમાં હિન્દૂ સંસ્કૃતિની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહેલ છે.

તાજેતરમાં ઓક્ટોબર 13 ,આઠમ યજ્ઞ નિમિત્તે ગાયત્રી મંદિર આયોજિત ગરબામાં ચાલુ દિવસોમાં સતત નવ દિવસ સુધી ખુબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને મંદિરના પરિસરમાં બે તાલી ,ત્રણ તાલી ,ગરબામાં તરબોળ બન્યા હતા.મંદિરના ગરબાના આયોજનમાં પ્રવેશ ફી રાખવામાં આવતી નથી.રવિવારના સાંજના ત્રણ કલાકે માતાજીના આઠમની રાત્રી નિમિત્તે સાત કુંડ બનાવીને યજ્ઞ -હવનનું આયોજન કરવામાં આવેલ .જેમાં 1000 જેટલા ભાવિકો દ્વારા યજ્ઞમાં આહુતિ અર્પણ થઇ હતી.

આઠમ યજ્ઞમાં ગાયત્રી મંદિરના પુજારીશ્રીઓ ,સ્વયંસેવકો દ્વારા માતાજીના યજ્ઞ - વૈદિક મંત્રોચ્ચાર વિધિ ગાન કરવામાં આવેલ .ગાયત્રી સેન્ટરના યજ્ઞ કાર્યક્રમ ,યજ્ઞ માટેની સાંયોગિક સામગ્રી ,હવન કુંડ ,હોમ સામગ્રીની સમગ્ર વ્યવસ્થા મંદિર તરફથી યજ્ઞ શાળામાં કરવામાં આવી હતી.મંદિર તરફથી ઉપસ્થિત તમામ માટે કાર પાર્કિંગની વ્યવસ્થા સાથે પોલીસ સિક્યુરિટી રાખેલ. જેથી બધાને સુગમતા બની રહે તેવા ઉમદા આશય  સાથે નવરાત્રીની બધી જ રાત્રીએ 1500 જેટલા ભાવિકોની વ્યવસ્થા સાથે નવરાત્રીનું આયોજન સફળ બનેલ .70 જેટલા સ્વયંસેવકોની ટીમનું આયોજન દાદ માંગી લે તેવું અવિસ્મરણીય બની રહેશે.ઉપસ્થિત 1000 ઉપરાંત ભાવિકો પ્રસન્ન અને આનંદિત બની ગયા હતા.

 

(7:22 pm IST)