Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અલીબાબા હોંગકોંગની હાઇપરમાર્કેટ ચેન સન આર્ટમાં કરશે 26 હજાર કરોડનું રોકાણ: ખરીદશે 51 % હિસ્સો

સન આર્ટના ચીનમાં 481 હાયપરમાર્કેટ મોજુદ :હાલનો અલીબાબાનો 21 ટકા હિસ્સો વધીને હવે 72 ટકા થઇ જશે

નવી દિલ્હી : ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબા હોંગકોંગની હાઇપરમાર્કેટ ચેન સન આર્ટ ગ્રુપ લિમિટેડમાં 51 ટકા હિસ્સો ખરીદવા જઈ રહી છે. જેક માની કંપની અલીબાબાએ કહ્યું કે, તે સન આર્ટમાં લગભગ 26 હજાર કરોડ રૂપિયાના આશરે 2.6 અબજ ડોલરનું રોકાણ કરશે. હાયપરમાર્કેટ સેગમેન્ટને મજબૂત બનાવવા માટે અલીબાબા આ રોકાણ કરવા જઈ રહ્યા છે.

 

હોંગકોંગની કંપની સન આર્ટના ચીનમાં 481 હાયપરમાર્કેટ અને 3 નાના-કદના સુપરમાર્કેટ્સ છે. અલીબાબા આ હાઇપરમાર્કેટને તેની ડિજિટલ ઉપલબ્ધતા સાથે જોડવાની યોજના ધરાવે છે. આ જાહેરાત અલીબાબાએ એવા સમયે કરી, જ્યારે કંપની પરંપરાગત ઇ-કોમર્સ માર્કેટમાં ઘટાડાને પગલે ચીનના ઓફલાઇન રિટેલ સેક્ટરમાં ઝડપથી વિસ્તૃત કરવા ઈચ્છે છે.

 

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબા પાસે હાલમાં સન આર્ટમાં 21 ટકા હિસ્સો છે. આ રોકાણ બાદ અલીબાબાનો સન આર્ટમાં 72% હિસ્સો થઈ જશે. એ-આરટી રિટેલ હોલ્ડિંગ્સ હાલમાં સન આર્ટમાં 51% હિસ્સો ધરાવે છે.

 

અલીબાબાની આ જાહેરાત બાદ સન આર્ટના શેરમાં 20 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અલીબાબા ચીનમાં ફ્રેસીપ્પો નામની સુપરમાર્કેટ ચેઇન ચલાવે છે. આથી અલીબાબાની ઓનલાઇન ડિલિવરી સેવા બમણી થઈ ગઈ છે. ફ્રેસિપ્પો પાસે હાલમાં સમગ્ર ચીનમાં 241 આઉટલેટ્સ છે.

(9:47 pm IST)