Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોરોના સામે લડત બદલ બિલ ગેટ્સે ભારતની કરેલી પ્રશંસા

ગ્રાન્ડ ચેલેન્જ એન્યુઅલ મીટિંગ ૨૦૨૦માં સંબોધન : વેક્સિન લાવવામાં પણ ભારતની ભૂમિકા મહત્વની રહેશે

વોશિંગ્ટન, તા. ૨૦ : કોરોના મહામારીના સમયમાં બિલ ગેટ્સે ભારતને પ્રેરણાદાયી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે ઉનાળા સુધી કોરોનાની વેક્સિન બનાવી લેવામાં આવશે. આમાં ભારતની ભૂમિકા મહત્વની છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિન અત્યાર સુધીની સૌથી ઝડપી વેકસિત થયેલી વેક્સિન હશે. બિલ ગેટ્સ ગ્રાન્ડ ચેલેન્જ એન્યુઅલ મીટિંગ ૨૦૨૦ માં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે આખી દુનિયાએ આગળ આવી કોઈ પણ મહામારીને પહોંચી વળવા માટે તૈયાર રહેવું પડશે. માટે આખી દુનિયાએ અલગ વ્યવસ્થા બનાવવી પડશે જેથી કોઈ પણ મહામારીને સમય પર નાથી શકાય. બિલ ગેટ્સે કોરોના વાયરસ સામે લડવાના ભારતના પ્રયત્નોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ફક્ત કોરોના નહીં, પરંતુ ભારતે છેલ્લા દશકમાં સ્વાસ્થ્ય સેવાઓમાં ઘણું રોકાણ અને સુધારો કર્યો છે. તેમણે કહ્યું કે, મોટા સ્તર પર વેક્સિનના ઉત્પાદનમાં પણ મહત્વની ભૂમિકા છે. બિલ ગેટ્સે કહ્યું કે, અમેરિકામાં ત્રણ તૃતિયાંશ કોરોના સંક્રમિતોની સંપૂર્ણ રીતે સારવાર નથી કરી શકવામાં આવી. તેમણે કહ્યું કે, કોરોના મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને તહસ-નહસ કરી દીધી છે અને તેને ઊંડા દબાવમાં નાંખી છે.

(8:51 pm IST)