Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટને નેપાળે ટલ્લે ચઢાવી દીધો

ચીનને નેપાળે આંચકો આપ્યો : ૨૦૧૯માં ચીની રાષ્ટ્રપતિએ નેપાળના પ્રવાસ દરમિયાન આ પ્રોજેક્ટ માટેના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા

કાઠમંડુ, તા. ૨૦ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને નેપાળે જોરદાર ઝાટકો આપ્યો છે. લગભગ ૨૩ વર્ષ બાદ ઠીક સમયે વર્ષ ૨૦૧૯માં નેપાળનો પ્રવાસ કરનારા ચીનના રાષ્ટ્રપતિએ કાઠમાંડૂમાં નેપાળની સાથે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રૉડ પરિયોજના પર હસ્તાક્ષર કર્યા હતા. એક વર્ષ પસાર થયા બાદ પણ બંને દેશોની વચ્ચે પરિયોજનાઓને લાગુ કરવા પર કોઈ ખાસ કામ નથી થઈ શક્યું.

રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૫માં ભારતે નાકાબંધી કર્યા બાદ નેપાળ સરકારે પોતાનો વેપાર ચીનની સાથે વધારવાનો નિર્ણય કર્યો હતો. જો કે આટલા વર્ષ પસાર થઈ ગયા બાદ પણ અત્યાર સુધી તેણે ચીનની સાથે વેપાર વધારવામાં કોઈ રસ દાખવ્યો નથી. સ્થિતિ છે કે ચીનને જોડનારો એક માત્ર રાસુવાગાડીકાઠમાંડૂ હાઇવે પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. નેપાળ સરકાર અત્યાર સુધી હાઇવેને સુધારવા માટે કામ નથી કરી રહી. ચીનને મળેલા નેપાળી ઝાટકાનું વધુ એક ઉદાહરણ ટ્રાન્સ-હિમાલયન મલ્ટીફંક્શનલ કનેક્ટિવિટી નેટવર્ક છે, જેના પર ગત વર્ષે રાષ્ટ્રપતિ શી જિનપિંગની યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયા હતા. કાગળ પર પ્રોજેક્ટનો ઉદ્દેશ નેપાળને જમીન, રેલવે, દરિયાઈ અને હવાઈ માર્ગથી વ્યાપારિક રસ્તાથી જોડવાનો હતો. જો કે ચીની કરાર પર આગળ વધવામાં નેપાળના નેતાઓએ મૌન સાધ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નેપાળના નેતાઓ અને અધિકારીઓએ કોરોનાનું બહાનું લઇને પોતાની અક્ષમતાને છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આમાં વધારે મોડું થઈ શકે છે.નેપાળ સરકારમાં પરિવહન મંત્રી ગોપાલ પ્રસાદે કહ્યું કે ચીની નિષ્ણાત નેપાળ ના આવી શક્યા કારણે પ્લાનિંગ અને વ્યવહારિકતાનું અધ્યયન કરવામાં મોડું થયું છે. સ્થિતિ ત્યારે છે જ્યારે ખુદ નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ પરિયોજનાઓને વધારવાનો વાયદો કર્યો હતો. ચીનમાં નેપાળના પૂર્વ રાજદૂત તનકા કાર્કીએ કહ્યું કે નેપાળ બહારના દબાવના કારણે પોતાના પગ પાછા ખેંચી રહ્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીનને અમેરિકા અને ભારતની સાથે તણાવ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતની સાથે પણ નેપાળના પ્રોજેક્ટ મંત્રાલયોની વચ્ચે સહયોગ ના હોવાના કારણે લટકેલા છે

(8:51 pm IST)