Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ચાલુ વર્ષમાં આઠ સરકારી કંપનીઓ શેર બાયબેક્સ લાવે તેવી સંભાવના

કોલ ઈન્ડિયા, એનટીપીસી, એનએમડીસી અને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ શેર બાયબેક કરશે

નવી દિલ્હી : ઓછામાં ઓછી આઠ સરકારી કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષમાં શેર બાયબેક્સ લાવી શકે છે. બે સરકારી અધિકારીઓને ટાંકીને રોઇટર્સના એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે આ કંપનીઓને વિચારવા કહ્યું છે. રિપોર્ટ અનુસાર સરકારે આ શેર બાયબેક લાવવા 31 માર્ચ 2021 સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.

 

એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, જે સરકારી કંપનીઓને શેર બાયબેક પર વિચાર કરવાનું કહ્યું છે, તેમાં કોલ ઈન્ડિયા, એનટીપીસી, એનએમડીસી અને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ ખાય છે. અન્ય અધિકારી કહે છે કે, શેર બાયબેક એ અમારી વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સાધન છે. આનાથી માર્કેટ પ્રાઈઝને સુધારવામાં મદદ મળશે છે.

બજાર નિષ્ણાતો કહે છે કે, શેર બાયબેક કંપની અને રોકાણકારો બંને માટે ફાયદાકારક હોય છે. રોકાણકાર માટે શેરની કિંમત વધુ સારી હોવી મહત્વપૂર્ણ છે. જ્યારે કંપનીને તેનો હિસ્સો વધારવામાં શેર બાયબેક મદદરૂપ બને છે. પ્રમોટરો પણ કંપની પર નિયંત્રણ જાળવવા માટે શેર બાયબેક કરવાનો આશરો લે છે.

(8:50 pm IST)