Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજકોટમાં કોરોનાની કાચબા ચાલ : આજે માત્ર પાંચ મોતઃ ૨૭ કેસ

કુલ કેસનો આંક ૭૮૭૫એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૬૯૪૬ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૮.૫૦ ટકા થયો : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૬ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૪૧ બેડ ખાલી

રાજકોટ, તા. ૨૦: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં સતત ઘટાડો જોવા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગઇકાલે ૬ મૃત્યુ થાય હતા. આજે માત્ર ૫ દર્દીઓનાં મોત થયા છે. જયારે  રાજકોટમાં બપોર સુધીમાં ૨૭ કેસ નોંૅધાયા હતા.ગઇકાલે  છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૫૬ કેસ નોંધાયા હતા.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૯નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૦ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૫ દર્દીઓએ દમ તોડી દીધા હતો.  જયારે ં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાનાં ૬ મોત પૈકી એક પણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૮૪૧ બેડ ખાલી છે.

બપોર સુધીમાં ૨૭ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૮૭૫  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૯૪૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૮.૫૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૯૦૦  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૪૩  ટકા થયો  હતો. જયારે ૯૬  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  ૭ મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૦૫,૯૩૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૮૭૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૬ ટકા થયો છે.

નવા ૯ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગુલાબવાટિકા સોસાયટી - અમીન માર્ગ, રાજલક્ષ્મી સોસાયટી - કોઠારિયા રોડ, આકાશવાણી ચોક - યુનિવર્સિટી રોડ, આરાધના સોસાયટી - સત્ય સાઇ હોસ્પિટલ રોડ, સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ, શયામપાર્ક પુધ્કર ધામ ચોક, પોપટ પરા મેઇન રોડ, સોની બઝાર ખત્રીવાડ ચોક, બજરંગવાડી  સહિતના નવા ૯ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં  માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૧૯ હજાર ઘરોનો સર્વેઃ ૬ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૧૯,૮૪૩ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૬ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે રામેશ્વર પાર્ક, રૈયાગામ, ગોવિંદનગર, સ્લમ હુડકો, દરબાર ગઢ, સુંદરમ પાર્ક, સમ્રાટ વિસ્તાર, ટપુભવન, નહેરુનગર, બેડીપરા સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૫૦૧૯ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:31 pm IST)