Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પહેલા જ નોરતે થયો 'નવદુર્ગા' નો જન્મ

અગિયાર ગર્ભવતી મહિલાઓએ આપ્યો ૯ બાળકીઓને જન્મ

મુંબઇ,તા. ૧૦: શનિવારે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ દિવસે જ એક દુર્લભ ઘટનાઓ બની. કલ્યાણની વૈષ્ણવી હોસ્પિટલમાં આ જ દિવસે નવ છોકરીઓનો જન્મ થયો હતો. હાલ આ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.કલ્યાણની વૈષ્ણવી હોસ્પિટલ માટે નવરાત્રીનો પહેલો દિવસ કંઈક ખાસ અને દુર્લભ હતો. આ હોસ્પિટલમાં એક અનોખી ઘટના બની છે જયાં નવરાત્રીના પહેલા જ દિવસે ૯ છોકરીઓનો જન્મ થયો હતો. આ દુર્લભ સંયોગ, જે નવરાત્રીના પહેલા દિવસે થયો હતો, તેની તબીબી ક્ષેત્ર સહિત તમામ જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

કોરોનાકાળમાં કોવિડ યોદ્ઘા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ યુદ્ઘનાં ધોરણે મદદ કરી રહ્યા છે. કલ્યાણના વૈષ્ણવી હોસ્પિટલમાં પણ આવી જ વ્યવસ્થા હતી. જોકે, ઘટનનાં આ દિવસે શુભ શગુને દરેક કોવિડ યોદ્ઘાઓમાં સમાન ઉત્સાહ જોવા મળ્યો હતો. અગિયાર ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં ૯ મહિલાઓએ બાળકીઓને જન્મ આપ્યો હતો અને ૨ મહિલાઓએ છોકરાઓને જન્મ આપ્યો હતો.

જે એક જ દિવસમાં ૯ દિકરીઓનાં જન્મ થયો તો તે ઘટના ભાવનાત્મક હતી અને અહીંનાં કર્મચારીઓ માટે સમાનરૂપે રોમાંચક પણ હતી. પોતાની હોસ્પિટલમાં કોરોના સામે લડતા, દરેક લોકોએ ભાવના વ્યકત કરી કે, આ બાળકીઓનાં રૂપમાં નવદુર્ગાએ સ્વયં અવતાર લીધો હતો. કલ્યાણનાં સુપ્રસિદ્ઘ ડો. અશ્વિન કક્કડને સામાજીક અને સંવેદનશીલ વ્યકિતનાં રૂપમાં ઓળખવામાં આવે છે.

(3:28 pm IST)