Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મુંબઈની તકલીફ ગુજરાતનાં કારીગરો માટે તક સમાન

મુંબઈ હજુ વેપારીક રીતે બેઠું થયું નથી ત્યારે ગુજરાતનાં ઇમિટેશન કારીગરોને ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે

રાજકોટ : મુંબઈમાં હજુ લોકડાઉનની અસર જોવા મળે છે ત્યારે ત્યાના વેપાર ધંધાની ગાડી હજી પૂરી રીતે પાટા ઉપર ચડી નથી ત્યારે મુંબઈના કેટલાક ઉદ્યોગો કારીગરોની તંગી ભોગવી રહ્યા છે અને વેપારમાં સમયસર ઓર્ડર પૂરો નહીં કરવાના વાંકે મુંબઈના ઓર્ડર્સ હવે સુરતને મળી રહ્યા છે.

સુરતની ઓળખ વૈશ્વિક કક્ષાએ છે તે તો સૌ જાણે જ છે. ગુજરાતનાં વેપાર ધંધાની વાત થાય એટ્લે સુરતના કાપડ ઉદ્યોગની, હીરા ઉદ્યોગની વાત થાય જ અને સાથે ઇમિટેશન ઉદ્યોગ પણ મોખરાનું સ્થાન ધરાવે છે, ગુજરાતમાં અત્યારે ઉદ્યોગની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થતી જાય છે ત્યારે કારખાના ધીમે ધીમે ખૂલવા લાગ્યા છે અને કારીગરો પણ હવે કામ ઉપર આવવા લાગ્યા છે, મુંબઈના ઓર્ડર્સ અત્યારે સુરતને મળી રહ્યા છે ત્યારે અત્યારે કારીગરો ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. એએમ જોઈએ તો આ ડબલ શિફ્ટમાં કામ કરવું એ કારીગરો માટે અને વેપાર ધંધા માટે પણ આર્થિક રીતે જે કમરતોડ માર પડ્યો હતો તેની કળ વાળવાની ઉત્તમ તક માનવમાં આવી રહી છે.

બજારના નિષ્ણાતો એવું માને છે કે હાલ તહેવારોની સિઝન શરૂ થઈ છે નવરાત્રિ, બાદ દિવાળી, અને હવે પછી લગ્નની સિઝન, અને ક્રિસમસની સિઝન પણ આવી રહી છે ત્યારે સુરતના માર્કેટને આ લાભ મળી રહ્યો છે ત્યારે જવેલરી ઉદ્યોગને વધુ ઉપર લઈ જવાની આ સારી તક માનવમાં આવી રહી છે.

કોરોનના લોકડાઉનથી સુરતના તમામ ઉદ્યોગઉપર માઠી અસર જોવા મળી હતી કેટલાય ઉદ્યોગ મૃતઃપ્રાય થયા છે તો કેટલાક તો બંધ થવા લાગ્યા હતા આવી સ્થિતિમાં જવેલરી ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. અત્યારે આ નવા ઓડર્સને લીધે જવેલરી ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા કારીગરોની જાણે લોટરી લાગી હોય તેવું જોવાઈ રહ્યું છે, દિવાળીના સમયે આંતરરાષ્ટ્રીય લેવલે સુરતના ઘરેણાની માંગ જોવા મળતી હોય છે.

ગુજરાતમાં પરપ્રાંતીય મજૂરો અને કારીગરો ધીમે ધીમે ફરી પાછા કામ ઉયપર આવવા લાગ્યા છે ત્યારે સુરતમા પણ એવા કેટલાય ઉદ્યોગ છે જેમાં મજૂરો પરત આવી ચૂકયા છે પરંતુ હજુ પણ કેટલાક કારખાનામાં મજૂરોની અને કારીગરોની અછત વર્તાઇ રહી છે જેથી જે કારીગરો હાલ કામ કરી રહ્યા છે તેમણે દીવસમા ડબલ શિફ્ટમાં કામ કરવાની ફરજ પડી રહી છે.

બંગાળથી આવતા મજૂરોની સંખ્યા વધુ

સુરતમાં બંગાળથી આવતા મજૂરોની સંખ્યા ૭૦%થી વધુ છે ત્યારે કેતલ્લાક કામ માટે હવે મશીનનો આધાર વધુ લેવાઈ રહ્યો છે આથી કારીગરોની જરૂરમાં પણ ઘટાડો જોવાઈ રહ્યો છે. પરંતુ જે પરંપરાગત ઘરેણાં બનાવવાના કારીગરો છે તેમની ડિમાન્ડ હજુ યથાવત જોવાઈ રહી છે. નવી ડિઝાઇનર જવેલરી અને પરંપરાગત જવેલરી બંનેમાં હજુ કારીગરોની જરૂર દેખાય છે.

(2:48 pm IST)