Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

શોપિયામાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ ૨ આતંકી ઠાર

સર્ચ ઓપરેશન શરૃઃ અનંતનાગમાં એક પી આઇને આતંકીઓએ મારી ગોળી

જમ્મુ, તા.૨૦: દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મેલહોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ.. જે દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.. સેનાએ હજી બે આતંકવાદીઓને ઘેર્યા છે. સોમવારે સાંજે સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની બાતમી મળી હતી.

જે બાદ સમગ્ર વિસ્તારની ઘેરબંદી કરીને આતંકવાદીઓની શોધખોળ ચલાવવામાં આવી હતી.. તે દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કર્યુ.. અને વળતી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો.. જો કે આ આતંકવાદી કયા સંગઠનનો છે તેની હજુ સુધી જાણ થઇ શકી નથી.

ગુપ્ત માહિતીના આધારે સેનાએ કેટલાક મકાનોની ઘેરાબંદી કરી છે. ત્યારે આ દરમ્યાન એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી હતી, જેમાં આતંકવાદીઓને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સૈનિકો પર ફાયરિંગ કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બીજી તરફ જવાબી કાર્યવાહી બાદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હજી પણ સેનાની કાર્યવાહી ચાલુ છે. તે જ સમયે, માર્યા ગયેલા આતંકી વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. સિકયોરિટી દળોએ આ બંનેને ચારે બાજુથી દ્યેરી લીધા હતા અને ગોળીબાર ચાલુ રાખ્યા હતા. આખરે બંને ઠાર થયા હતા અને સિકયોરિટીએ તેમની પાસેથી એ કે ૪૭ અને પિસ્તોલ કબજે કર્યા હતા. દરમિયાન, સોમવારે કશ્મીરના દક્ષિણ તરફના વિસ્તાર અનંતનાગમાં આતંકવાદીઓ એક પોલીસ ઇન્સ્પેકટરને ગોળી મારી દીધી હતી.

(2:45 pm IST)