Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોરોનાને કારણે ૧૧ વર્ષની બાળકીને એકયુટ ડેમિનાઈલાઈઝિંગ સિન્ડ્રોમઃ દેશમાં આવો પ્રથમ કેસ નોંધાયો

માથાની તંત્રિકાઓ ખરાબ થાય છેઃ જેથી આંખોની દ્રષ્ટિ અને અન્ય શારીરિક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે

નવી દિલ્હી, તા.૨૦: ઓલ ઈન્ડિયા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કોરોના વાયરસના કારણે ૧૧ વર્ષની એક બાળકીના મસ્તિષ્કમાં તંત્રિકાઓ ખરાબ થવાનો પહેલો કેસ સામે આવ્યો છે. તેનાથી તેની ધ્ષ્ટિને પણ અસર થઈ છે. બાળકોના ન્યૂરોલોજી ડિવિઝનના ડોકટર તેમના સ્વાસ્થ્ય પર એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જલ્દી જ રિપોર્ટ પ્રકાશિત કરાશે.

કોરોનાના કારણે ૧૧ વર્ષની બાળકીના મસ્તિષ્કમાં અસર થઈ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અમે એક ૧૧ વર્ષની બાળકીમાં કોરોનાના કારણે એકયુટ ડેમિનાઈલાઈઝિંગ સિન્ડ્રોમ મેળવ્યો છે. આ પહેલો કેસ છે જેને બાળકોમાં જોવા મળી રહ્યો છે.

તંત્રિકાઓને એક સુરક્ષાત્મક પરત સાથે કવર કરાય છે જેને માયલિન કહેવાય છે. જે મસ્તિષ્કથી સંદેશનાને શરીરના માધ્યમથી જલ્દી અને સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. એડીએસમાં સ્વાસ્થ્ય સ્થિતિ સામેલ છે જે માઈલિન, મસ્તિષ્ક સંકેતોને નુકસાન કરે છે. તંત્રિકા સંબંધી કાર્યો જેવા કે દૃષ્ટિ, માંસપેશીઓની ગતિ, ઇન્દ્રિયો, મૂત્રાશય અને આંત્ર આંદોલનને પ્રભાવિત કરે છે.

એમ્સના બાળ ન્યૂરોલોજી વિભાગના પ્રમુખે કહ્યું કે આ બાળકી અમારી પાસે દૃષ્ટિની ખામીને લઈને આવી હતી. એમઆરઆઈ કરીને એજીએસ જોયું તો નવું દેખાયું. અમે જાણીએ છીએ કે વાયરસ મસ્તિષ્ક અને ફેફસાને પ્રભાવિત કરે છે. આ કેસના રિપોર્ટ પ્રકાશિત કરવાની યોજના બનાવી છે કેમકે અમે જોયું છે કે તેની આ સ્થિતિ કોરોનાના કારણે થઈ છે.

ડો. ગુલાટીની દેખરેખમાં બાળકીની સારવાર ચાલી રહી છે. ઈમ્યુનોથેરાપીની સાથે તેની સ્થિતિમાં સુધારો થયો છે અને લગભગ ૫૦ ટકા દૃ્ષ્ટિ આવી જવાથી તેને હાલ પૂરતી હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. એમ્સના ડોકટર એક અન્ય કોરોના પોઝિટિવની પણ સારવાર કરી રહ્યા છે. આ બાળકીને તાવ અને ઈન્સેફેલોપેથીની ફરિયાદ હતી. ડોકટર અત્યારે પણ કોશિશ કરી રહ્યા છે કે શું તે કોરોનાથી પીડિત હતી કે નહીં.

બાળરોગ ન્યૂરોલોજીમાં પ્રકાશિત રિપોર્ટમાં ડોકટરે કહ્યું કે એક વિકાસશીલ દેશમાં બાળ રોગ વિશેષજ્ઞો દ્વારા સામે આવનારી મુશ્કેલીઓ વિશિષ્ટ છે. કેન્દ્ર બાળકો માટે સતત સેવાઓ ચલાવે છે. પણ ગ્રામીણ ઘરોમાં વીડિયો કોલ, ઈન્ટરનેટની સુવિધાઓ ન હોવાથી કુશળ ઉપયોગ સીમીત બને છે.

(12:50 pm IST)