Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મહિલા સાથે હાથ મિલાવવાનો ઈનકાર વ્યકિતને પડ્યો મોંઘો

જર્મનીની કોર્ટે સંભળાવી સજા : હવે નહિ મળે નાગરિકત્વ

નવી દિલ્હી, તા. ૨૦ : જર્મનીમાં એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. જેમાં મહિલા સાથે હાથ ન મિલાવવાને કારણે ત્યાંની નાગરિકતા આપવામાં આવી નહી. જર્મન કોર્ટે ચુકાદો આપ્યો છે કે, જે વ્યકિતએ મહિલા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો તેને નાગરિકત્વ આપવું જોઈએ નહીં. વ્યવસાયે આ વ્યકિત ડોકટર છે.

કેસ જાણે એમ હતો કે જર્મનીની એક મહિલા અધિકારી નાગરિકત્વનું પ્રમાણપત્ર આપી રહી હતી અને તે દરમિયાન તેણે પ્રમાણપત્ર આપનાર વ્યકિત તરફ હાથ લંબાવી લીધો, પરંતુ તે વ્યકિતએ હાથ મિલાવવાની ના પાડી. જણાવેલ વ્યકિત લેબેનોનનો હતો.

કોર્ટે આ મામલે કહ્યું છે કે, હેન્ડશેકિંગ લાંબા સમયથી શુભેચ્છા પાઠવવાનું એક રીત છે. સ્ત્રી અધિકારી સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરીને એવું લાગે છે કે લેબોનીઝ વ્યકિતએ મહિલાને સેકસુઅલ સિડકશનનાં ખતરાના રૂપે જોઈ હશે. કોર્ટે વધુમાં કહ્યું કે, જર્મનીના બંધારણના મૂલ્યો હેઠળ જાતીય સમાનતાની જોગવાઈ છે.

કોર્ટે કહ્યું કે, કોઈ પણ વ્યકિત ધર્મ કે લિંગના આધારે કોઈ પણ વ્યકિત સાથે હાથ મેળવવાનો ઈનકાર કરી શકે નહી. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે, જો કોઈ વ્યકિત મહિલાઓ સાથે હાથ મેળવવાનો એ માટે ઈનકાર કરી દે કારણ કે તે મહિલાઓના યૌન પ્રલોભનના ખતરા તરીકે જુએ છે તો તે સ્વિકાર્ય નથી.

જયારે ૪૦ વર્ષીય આ વ્યકિત ૨૦૨૦માં ભાષાના વિદ્યાર્થી તરીકે જર્મનીમાં આવ્યા અને પછી ડોકટર બન્યા. તેણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે, તેણે તેની પત્નીને વચન આપ્યું હતું કે તે બીજી કોઈ પણ મહિલાને સ્પર્શશે નહીં.

(11:35 am IST)