Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અચાનક રાતે ઉંઘ ઉડી ને પત્નીને કારીગર સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ બંનેને પતાવી દીધાઃ પ્રેમીની તો આંખો ફોડી નાખી

મધ્ય પ્રદેશના ખરગોનમાં પ્રેમ પ્રસંગને લઈને બે હત્યાના મામલાએ સનસની મચાવી છે

ભોપાલ,તા. ૨૦: મધ્ય પ્રદેશના ખરગોનમાં પ્રેમ પ્રસંગને લઈને બે હત્યાના મામલાએ સનસની મચાવી છે. ઉન વિસ્તારમાં અહીં પતિએ પત્નિ સાથે તેના સાથી કારીગરના અનૈતિક સંબંધને લઈને ધોકો મારી પત્નિ અને કારીગરની હત્યા કરી નાખી છે. પ્રેમીના શબને બાઈક પર નાખીને ગામથી એક કિમી દૂર આવેલા પુલ પાસે જઈને ફેંકી દીધું. પતિના માથે એટલુ ખૂન સવાર થઈ ગયુ હતું કે, તેણે પ્રેમીની બંને આંખો પણ ફોડી નાખી હતી.

ત્યારે આ ઘટનાની તપાસ એસપી શૈલેન્દ્ર સિંહ કરી રહ્યા છે અને તેમણે ઘટના સ્થળ પર જઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભાડલીના લોકેશ ઉર્ફ લંકેશ માનકર પત્નિ અનિતા સાથે દસંગામાં મકાન બનાવાના કામમાં જોડાયેલા હતા. અહીં બાજૂના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની પાસે કામ કરવા આવતો હતો. ત્યારે ત્યાં કામે આવતો રવી અનીતાને ભાભી કહીને બોલાવતો હતો. અગાઉ અનીતાના એક લગ્ન તો તૂટી ગયા છે.

ત્યાર બાદ બીજા લગ્ન લોકેશ સાથે થયા હતા. આ બંને વચ્ચે જૂની ઓળખાણ હતી. કામના બહાને રવીને સાસરીયે બોલાવી લીધો. રવિવારે સવારે લોકેશ ભાગતા પહોંચી ગયો. અને ગામલોકોને કહ્યુ કે, મારી પત્નિને શું થયુ છે. તેના મોઢામાંથી લોહી નિકળી રહ્યુ છે. ગામ લોકો પણ લોકેશના ઘરે પહોંચ્યા. અહીં અનીતાનું શબ પડ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં પુલની પાસે રવીનો પણ મૃત દેહ મળ્યો. જે બાદ ગામલોકોએ લોકેશને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો.

લોકેશ પોલીસને જણાવ્યુ હતું કે, રાતના સમયે અમે ત્રણેય ભોજન કરીને સુવાની તૈયારી કરી રહ્યા હતા. અમે સુઈ ગયા, રાતે અચાનક મારી ઉંઘ ખુલી અને મેં જોયુ તો મારી પત્નિ અને રવી બંને કઢંગી હાલતમાં હતા. જેના કારણે ગુસ્સે થયેલા લોકેશે ધોકો લીધો અને બંનેના માથા પર મારી દીધા. અનીતા ત્યાં જ ખતમ થઈ ગઈ, જયારે રવીને મોત બાદ લોકેશે તેણે આંખો પણ ફોડી નાખી. અને બાદમાં તેને પુલની પાસે નાખી આવ્યો.ત્યાર બાદ ઘરે આવીને સુઈ ગયો.

(11:32 am IST)
  • પશ્ચિમ બંગાળમાં પૂજા પંડાલમાં એન્ટ્રી ઉપર હાઇકોર્ટની રોક : 22 ઓક્ટોબરથી શરૂ થનારી દુર્ગા પૂજા માટે પંડાલમાં લિમિટેડ લોકો જ જઈ શકશે : નાના પંડાલમાં 15 અને મોટા પંડાલમાં 25 લોકો માટે જ પ્રવેશ : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં જાહેર જનતા માટે પંડાલ ખુલ્લા મુકવામાં આવે તો સંક્ર્મણમાં 3 થી 4 ગણો વધારો થઇ શકે તેવી તબીબોની ચેતવણીને ધ્યાને લઇ નામદાર કોર્ટનો આદેશ access_time 5:40 pm IST

  • રાજકોટ મહેસુલી જિલ્લામાં પૂર્વ પરીક્ષા પાસ ન કરતા ફિકસ પગારવાળા બે કારકૂનને નોકરીમાંથી છૂટા કર્યા : રાજયમાં ૨૦૦૮થી મહેસુલ ખાતામાં ફિકસ પગાર મામલતદારની નિમણુંક થાય છે : આ લોકોએ ફરજીયાત પૂર્વ પરીક્ષા ત્રણ ટ્રાયલમાં પાસ કરવાની હોય છે : આવી પરીક્ષા ત્રણ તબક્કામાં પાસ ન કરનાર રાજકોટ અને કોટડા સાંગાણીના બે કારકૂનને કલેકટરે નોકરીમાંથી છૂટા કરી દેતો હુકમ કર્યો છે : તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ તાલીમ પરીક્ષા પાસ ન કરનારને ડાયરેકટ નોકરીમાંથી છૂટા કરાશે તેવી જાહેરાત કરી હતી. access_time 3:36 pm IST

  • હવે ઉત્તર પ્રદેશના મંદિરોમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રસાદ જ વહેંચી શકાશે : મંદિર આજુબાજુની દુકાનોમાં ચેકીંગ ચાલુ : યુ.પી.સરકારે ' બ્લેસફુલ હાઈજેનીક ઓફરિંગ ટુ ગોડ ( ભોગ ) યોજના શરૂ કરી access_time 11:43 am IST