Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સરકારી પેનલનો સનસનીખેજ દાવો

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ભારતની ઓછામાં ઓછી અડધી વસ્તી આવી શકે છે કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી,તા. ૨૦:: ભારતમાં આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ઓછામાં ઓછી અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. એટલે કે ત્યાં સુધી ઓછામાં ઓછા ૬૫ કરોડ ભારતીય કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા હશે. આ અમે કહી રહ્યાં નથી અને ન કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ અનુમાન છે ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલ નિષ્ણાંતોનું પેલનનું. પેલનના એક મહત્વના સભ્યએ સોમવારે આ જાણકારી આપી છે. પરંતુ પેનલનું તે પણ કહેવું છે કે આટલી મોટી વસ્તી સંક્રમિત થવાથી મહામારીની ગતિ ધીમી પડવામાં મદદ મળશે.

ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ૭૫.૫ લાખ કેસ નોંધાયા છે. આ મામલામાં ભારત માત્ર અમેરિકાથી પાછળ છે. પરંતુ દેશમાં મધ્ય સપ્ટેમ્બર બાદથી કોરોના સંક્રમણના કેસમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે. પાછલા એક મહિનાથી દરરોજ એવરેજ ૬૧,૩૯૦ કેસ સામે આવી રહ્યાં છે.

સરકારી પેનલના સભ્ય અને આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે જણાવ્યું, અમારા ગણિતીક મોડલનું અનુમાન છે કે હાલ દેશમાં આશરે ૩૦ ટકા વસ્તી સંક્રમિત થઈ ચુકી છે અને ફેબ્રુઆરીમાં આ આંકડો ૫૦ ટકા સુધી પહોંચી જશે.

કમિટીનું અનુમાન છે કે સરકાર તરફથી કરાવવામાં આવેલ સીરો સર્વેમાં જે હદ સુધી સંક્રમણનું અનુમાન લગાવવામાં આવ્યું છે, હકીકતમાં સંક્રમણનું સ્તર તેનાથી વધુ હોઈ શકે છે. સીરો સર્વે પ્રમાણે સપ્ટેમ્બર સુધી ભારતની આશરે ૧૪ ટકા વસ્તુ કોરોનાથી સંક્રમિત થઈ ચુકી હતી. પરંતુ કમિટી પ્રમાણે આ આંકડો આશરે ૩૦ ટકા છે.

સીરો સર્વેને લઈને અગ્રવાલે કહ્યું કે  તેમાં સેમ્પલિંગને લઈને કોઈ સમસ્યા હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આટલી મોટી વસ્તુમાં સર્વે કરવા માટે એકદમ આદર્શ સેમ્પલ પસંદ કરવા ખુબ મુશ્કેલ હોઈ શકે છે અને સીરો સર્વેમાં એકદમ યોગ્ય સેમ્પલ ન લઈ શકાયા હોય.

સીરો સર્વેથી અલગ વાયરલોજિસ્ટ્સ વૈજ્ઞાનિક અને બીજા નિષ્ણાંતોની આ કમિટીએ મેથેમેટિકલ મોડલ પર વિશ્વાસ વ્યકત કર્યો છે. કમિટીનો રિપોર્ટ રવિવારે જાહેર કરવામાં આવ્યો હતો.

અગ્રવાલે કહ્યુ, અમે એક એવું નવું મોડલ વિકસિત કર્યું છે અનરિપોર્ટેડ કેસને પણ સાચા-સાચા ગણે છે જેથી અમે સંક્રમિત લોકોને બે શ્રેણીઓમાં વિભાજીત કરી શકીએ- રિપોર્ટેડ કેસ અને એવા કેસ જેને રિપોર્ટમાં કરવામાં આવ્યા નથી.

કમિટીએ તે પણ જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક પહેરવા જેવી સાવધાનીનું પાલન ન કરવામાં આવ્યું તો સંક્રમણનું સ્તર વધુ ઉપર જઈ શકે છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી કે દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા તહેવારો વાળી સીઝનમાં કોરોના સંક્રમણ વધુ વધી શકે છે.

દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડોઃ છેલ્લા ૨૪ કલાકના આંકડા

. મહારાષ્ટ્રઃ ૫,૯૮૪

. કેરળઃ ૫,૦૨૨

. કર્ણાટકઃ ૫,૦૧૮

. પશ્ચિમ બંગાળઃ ૩,૯૯૨

. તમિલનાડુઃ ૩,૫૩૬

. આંધ્રપ્રદેશઃ ૨,૯૧૮

. બેંગ્લોરઃ ૨,૪૮૧

. છત્ત્।ીસગઢઃ ૨,૩૭૬

. દિલ્હીઃ ૨,૧૫૪

. ઓડિશાઃ ૧,૯૮૨

. રાજસ્થાનઃ ૧,૯૬૦

. ઉત્ત્।રપ્રદેશઃ ૧,૭૪૬

. મુંબઇઃ ૧,૨૩૩

. હરિયાણાઃ ૧,૨૦૧

. મધ્યપ્રદેશઃ ૧,૦૧૫

. ગુજરાતઃ ૯૯૬

. તેલંગાણાઃ ૯૪૮

. બિહારઃ ૯૧૨

. પુણેઃ ૮૯૧

. ચેન્નાઈઃ ૮૮૫

. આસામઃ ૬૯૮

. ઝારખંડઃ ૪૯૦

. પંજાબઃ ૪૭૩

. જમ્મુ-કાશ્મીરઃ ૪૨૭

. જયપુરઃ ૩૭૧

. ઉત્ત્।રાખંડઃ ૩૩૬

. મણિપુરઃ ૩૧૫

. અરુણાચલ પ્રદેશઃ ૨૩૮

. હિમાચલ પ્રદેશઃ ૧૬૮

. ગોવાઃ ૧૫૯

. નાગાલેન્ડઃ ૧૩૭

. પુડ્ડુચેરીઃ ૧૦૮

. લદાખઃ ૪૯

. ચંડીગઢઃ ૪૦  

૨૪ કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કેસોઃ ભારતમાં ૫૦ હજાર નીચે કેસો નોંધાયા

અમેરીકાઃ ૫૭,૩૨૭ કેસ

ભારતઃ  ૪૬,૭૯૦ કેસ

બ્રાઝીલઃ ૧૫,૭૮૩ કેસ

 વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોના કેસ ધરાવતા ત્રણ દેશો

અમેરીકાઃ ૮૪,૫૬,૬૫૩

ભારતઃ ૭૫,૯૭,૦૬૪

બ્રાઝીલઃ ૫૨,૫૧,૧૨૭

ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસઃ ૪૬,૭૯૦

નવા મૃત્યુઃ ૫૮૭

સાજા થયાઃ ૬૯,૭૨૧

પોઝિટિવિટી રેઈટઃ ૪.૫૩ %

કુલ કોરોના કેસઃ ૭૫,૫૦,૨૭૪

એકિટવ કેસઃ ૭,૭૨,૦૫૫

કુલ સાજા થયાઃ ૬૭,૩૩,૩૨૯

દેશમાં કુલ મૃત્યુઃ ૧,૧૫,૧૯૭

૨૪ કલાકમાં ટેસ્ટઃ ૧૦,૩૨,૭૯૫

કુલ કોરોના ટેસ્ટઃ ૯,૬૧,૧૬,૭૭૧

(11:31 am IST)