Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભારતમાં ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી કોરોનાના ફકત ૪૦,૦૦૦ એકિટવ કેસ રહી જશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ વાત ઘણા મોટા વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે કહી છે

નવી દિલ્હી ,તા.૨૦:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે આગામી વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં ભારતમાં કોરોના વાયરસના એકિટવ કેસની સંખ્યા દ્યટીને ફકત ૪૦ હજાર રહી જશે. તેમણે આ વાત દ્યણા મોટા વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે કહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વિજ્ઞાન અને પ્રોદ્યોગિત મંત્રાલયે દુનિયાના દ્યણા વૈજ્ઞાનિકોની મદદથી ભવિષ્યમાં કોરોનાના કેસોનું આકલન મોડલ તૈયાર કરાવ્યું છે. વૈજ્ઞાનિકોની ટેકનિકના આધારે રિસર્ચમાં સામે આવ્યું છે કે દેશમાં આગામી ત્રણ ચાર મહિનામાં કોરાનાના મામલા ઓછા થઈ જશે. ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી દેશમાં ફકત ૪૦ હજાર એકિટવ કેસ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રીએ વેકસીનને લઈને કહ્યું કે વેકિસનેશન, સ્ટાફની ટ્રેનિંગ અને અન્ય વાતોને લઈને સમય આવવા પર રાજય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે. અમારો વિશ્વાસ છે કે દેશમાં હવે કોરોનાના કેસ વધવા દેવાના નથી. આપણે સતત દ્યટતા કેસોને જોઈ પણ રહ્યા છીએ.

આ પહેલા નીતિ આયોગના સભ્ય વીકે પોલે ઠંડીની સિઝનમાં સંક્રમણની બીજી લહેરની આશંકાથી ઇન્કાર કર્યો નથી. જોકે તેમનું એ પણ કહેવું છે કે જો બચાવની ગાઇડલાઇનને અપનાવવામાં આવી તો ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી દેશમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી શકે છે.

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેકસીન અને તેના ડિલિવરી સિસ્ટમને લઈને સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ ડિટેલમાં જાણકારી આપી હતી. ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં વેકસીન આવે તેવી સંભાવના છે.

(11:30 am IST)